વોશિંગ્ટન : આ ફિલ્મે માત્ર આઠ દિવસમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની ચમક ફેલાવી રહી છે. સિંગાપોર અને ન્યુઝીલેન્ડ જેવા મુખ્ય પ્રદેશોને છોડીને ફિલ્મે પ્રથમ સપ્તાહમાં પસંદગીના દેશોમાં રૂ. ૧૧.૪ કરોડનું કલેક્શન કર્યું છે. શરૂઆતમાં આ ફિલ્મ ૯ દેશોમાં માત્ર ૧૦૦ સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જાે કે વધતી માંગને જાેતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ૨૫ દેશોમાં ૩૫૦ સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઉત્તર અમેરિકામાં ૭.૫૯ કરોડ, યુકેમાં રૂ. ૧.૨૧ કરોડ અને ઓસ્ટ્રેલિયામાં રૂ. ૧.૯૮ કરોડ. આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની બોક્સ ઓફિસની ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં પણ પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના ગેરાલ્ડટન, બનબરી, પોર્ટ હેડલેન્ડ જેવા નાના શહેરોમાંથી પણ આ ફિલ્મની માંગ વધી રહી છે, જ્યાં આ પહેલા કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ નથી. બીજા શુક્રવારે ફિલ્મે પહેલા દિવસ કરતાં ૫૦૦ ટકાથી વધુ કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૧૬.૪૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ ૮મા દિવસે ૧૯.૧૫ કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને સરકારે રૂ શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મોટો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનુ સત્ય સામે આવ્યું છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં પેઢીઓથી સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા.
કેનેડામાં ભણવા જવાનો શોખ હોય તો વાંચી લો સમાચાર, ધંધે લાગી જશો
કેનેડાના ઇમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા વિભાગે માર્ચ અને એપ્રિલ 2024ના જારી કરેલા આંકડા મુજબ લગભગ 50 હજાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો-શો...
Read more