ધ કાશ્મીર ફાઈલ્સની ટીમે અમિત શાહના નિવાસસ્થાને બ્રેકફાસ્ટ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી : ગૃહ પ્રધાન અમિત શાહે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ટીમને બ્રેકફાસ્ટ માટે તેના નિવાસસ્થાને આમંત્રિત કરી હતી. અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને આ અંગે માહિતી આપી છે.તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, ,#TheKashmirFiles ને તમારા નિવાસસ્થાને બ્રેકફાસ્ટ માટે આમંત્રિત કરવા બદલ આભાર. દેશની સુરક્ષા અને વિકાસ પ્રત્યે તમારું સમર્પણ પ્રેરણાદાયી છે. ફરી એકવાર તમારો આભાર. ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ સિનેમાઘરમાં છવાઈ ગઈ છે.તમને જણાવી દઈએ કે ૧૧ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ ૧૯૯૦ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની કમાણીમાં દરરોજ વધારો જાેવા મળી રહ્યો છે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની ‘રાધે શ્યામ અને આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી મોટી ફિલ્મોની પણ’ધ કાશ્મીર ફાઇલ્સ’ પર જરાય અસર થઈ નથી. આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત પલ્લવી જાેશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પુનીત ઈસાર જેવા ઘણા કલાકારો સામેલ છે.

Share This Article