લવ જેહાદ, પ્રેમજાળ અને વિધર્મીનો ત્રાસ પાછલાં કેટલાક સમયથી રાજ્યમાં આ શબ્દોની ચાડી ખાતી ઘટનાઓ વધી રહી છે. શહેર ભલે અલગ અલગ હોય, પરંતુ એક જ પ્રકારે ગુનાને અંજામ મળે છે. લોભ, લાલચ, બળજબરી અને અંતે દુષ્કર્મનો શિકાર બની રહી છે વિવિધ યુવતી વિધર્મીઓના કારસ્તાનનો શિકાર. રાજ્યની ૫ અલગ અલગ વરવી વાસ્તવિકતાનો ચિતાર આપના સમક્ષ આપી રહ્યા છીએ. હિંમતનગરથી નવસારી સુધી ખેડાથી માંડીને ગીરસોમનાથ સુધી વિધર્મીઓની પ્રેમજાળ રચાઇ છે. વિધર્મીઓની જાળમાં ફસાઇને હિંદુ સગીરા કે યુવતીઓ કાળા પાણીની સજા ભોગવી રહી છે. ક્યાંક સગીરા દુષ્કર્મનો શિકાર બની રહી છે, તો ક્યાંક પરિણીતાની પજવણી થઇ રહી છે. પીડિતાના પરિવારજનો કહી રહ્યાં છે કે, આભાર માનો એ લવ જેહાદ વિરોધી કાયદાનો, જેના સહારે પીડિતાઓને ન્યાય મળી રહ્યો છે. વિચારો આ કાયદો જ ન ઘડાયો હોત તો આ તમામ હિંદુ યુવતીઓને કેવા દિવસો જોવાનો વારો આવ્યો હોત.