મહેસાણા : મહેસાણાના શિક્ષિકા વૈશાલી પંચાલની શ્રેષ્ઠ કામગીરી બદલ કેરળના રાજ્યપાલને હસ્તે શિક્ષિકાને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અપાયો હતો. શિક્ષિકા વૈશાલીબેન પ્લાસ્ટિક મુક્ત ભારત અભ્યાનને આગળ ધપાવતા વેસ્ટમાંથી બેસ્ટ કરી પેપર બેગો બનાવી ઉત્તમ કામગીરી કરી હતી અને બાળકોને હંમેશા સારા કાર્યોનું શિક્ષણ અને પ્રેરણા આપી રહ્યા છે. તેમને ૩૦૦ ઉપરાંતની કવિઝ સ્પર્ધા યોજી કોરોના સમયનો સદુપયોગ કરી બતાવ્યો હતો. વૈશાલીબેનને સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનપત્રો અપાયા છે. મહેસાણા જિલ્લાના શિક્ષિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક વિનાની પેપર બેગ પ્રોજેકટની ઉત્તમ કામગીરી કરી શિક્ષણ સાથે સામાજિક ક્ષેત્રે વિવિધ પ્રવૃતિઓ કરતા શાળાના બાળકો અને શિક્ષિકા વૈશાલીબેન પંચાલ વિશેષ કામગીરી બદલ અનેક સન્માન પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં અચલા ફાઉન્ડેશન દ્વારા રાજ્યના ૫૦ જેટલા શૈક્ષકો પૈકી ૧૦ શ્રેષ્ઠ શિક્ષકોને પસંદ કરી સન્માનિત કરાયા ચગે જેમાં મહેસાણા જિલ્લાની મોટીદાઉ અનુપમ પ્રાથમિક શાળાના શિક્ષિકા વૈશાલીબેન પંચાલને પણ કેરળના રાજ્ય પાલના હસ્તે રહયા ચોથા ક્રમે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. આ શિક્ષિકાએ પોતાના પિતાની પ્રેરણા થી શિક્ષક બની અત્યાર સુધીમાં સતત શિક્ષણ અને સામાજિક પ્રવૃતિઓ કરી સારા સમાજ અને રાષ્ટ્રના નિર્માણનું કાર્ય કરતા તેમને નારી ગૌરવ રત્ન, વુમન્સ ઇન્સપાયર એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિતના વિવિધ સન્માન પ્રાપ્ત થયા છે. જેઓએ પોતાની શાળા અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સાથે જ તેમની વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પણ અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની છે.
ક્રિકેટ જગતના દિગ્ગજ કપિલ દેવે અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ISSO સ્વિમિંગ રીજનલનું ઉદઘાટન કર્યું
અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઈઝેશન (ISSO) સ્વિમિંગ રીજનલ ચેમ્પિયનશિપની યજમાની કરી વડોદરા : અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલે ઇન્ટરનેશનલ સ્કૂલ્સ...
Read more