અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે.
જ્યારે ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોવાથી તેમને પૂજા-નૈવેદ્ય ધરાવવાથી પણ અન્ન ઉત્પાદન અને પશુઆરોગ્ય સારુ રહે છે. અખાત્રીજ અને પરશુરામ જયંતિ તથા ખેડૂતો માટે હળોતરા હળ-પશુ પુજા માટે શુક્રવારે શ્રેષ્ઠ રહે છે. લગ્ન સિવાય અન્યત્ર શુભકામો માટે અક્ષય તૃતીયા શુભ રહે છે.
આ દિવસે ખેડૂતોએ ખેતરમાં જઇ નિર્ધારિત દીશા તરફ ઉભા રહી ધરતીમાતાનું પૂજન કરવુ.હળ-ટ્રેકટર ગાડુ – બળદની પૂજા કરવી. પરિવાર સાથે ક્ષેત્રપાલ દેવને કંસાર ખીચડો અર્પણ કરી પરિવાર સાથે ખેતરમાં ભોજન લેવુ. ક્ષેત્રપાલ પ્રાકૃતિક દેવ હોઇ પૂજા નૈવધ ધરાવવાથી અન્ન ઉત્પાદન, પશુઆરોગ્ય સારુ રહે અક્ષયતૃતીયાએ હળ-બળદની પૂજા કરી હળોતરાનું શુભમુર્હૂત ૧૨ થી ૧-૧૦ વચ્ચે કરાય છે.
અખાત્રીજ ખેડૂતો માટે નવું વર્ષ ગણાય છે. આમ ખેતીના નૂતન વર્ષ સમાન અખાત્રીજના દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારના વડીલ સભ્ય દ્વારા હળ જાેડી ખેતીકાર્યનું મૂહૂર્ત કાર્ય કરે છે. પણ હાલ વર્તમાન સમયમાં હળની સંખ્યા ઘટતા ખેડૂતો સવેડુ, કળીયુ, ટ્રેક્ટર જેવા સાધનોનું મૂહૂર્ત કરે છે.
એક તરફ યંત્ર યુગ અને બીજી તરફ પરંપરાને જાેઈને ખેડૂતોએ હર્ષભેર પૂજા અર્ચના કરી મૂહૂર્ત સાચવ્યું હતું.