હારીજ શહેરમાં કોટન ઈન્ડસ્ટ્રીઝના માલીકો દ્વારા અવાર નવાર મોટી લોનો મેળવી નહીં લોન નહીં ભરવાના બનાવો દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે કુકરાણા રોડ ઉપર આવેલ પરમેશ્વરી ઈન્ડસ્ટ્રીઝના માલીક પ્રકાશભાઈ સિંધવ અને ચિરાગભાઈ પ્રજાપતિ દ્વારા ઈન્ડીયન બેન્ક પાસેથી ૮ કરોડ ૮૩ લાખની લોન લઈ હપ્તા ભરપાઈ ન કરતાં બેન્ક દ્વારા એનપીએ કરવામાં આવી હતી. છતાં માલીક દ્વારા લોનની ભરપાઈ નહીં કરતાં અને વ્યાજ સાથે ૧૧ કરોડ ૪૦ લાખનું ભારણ થતાં તે ભરપાઈ નહીં કરતાં ઈન્ડીયન બેન્કના જવાબદાર કર્મચારીઓ નિયમ મુજબ જિલ્લા કલેક્ટર પાસે પરમિશન લઈને હારીજ મામલતદાર અને પોલીસને સાથે લઈને કુકરાણા રોડ ઉપર આવેલ પરમેશ્વર ઈન્ડસ્ટ્રીઝને સીલ કરી સ્થળ પોઝિશન મેળવી મીલકતને બેન્કના કબજામાં લીધી હતી.
આણંદમાં શખ્સે ઓફિસમાં કામ કરતી યુવતીને કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચર્યું
આણંદ : વિદ્યાનગરના જનતા ફાટક પાસે એવરેસ્ટ ઓવરસીઝના માલિકે તેની ઓફિસમાં કામ કરતી યુવતીને કોલ્ડ્રિંક્સમાં નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યું...
Read more