ડૉક્ટરે પરિણીતાને હોટલોમાં લઈ જઈને ના કરવાનું કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

આ સિવાય મહિલાએ તેના પર પતિએ લગ્ન પહેલા બળાત્કાર ગુજાર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે

અમદાવાદ: અમદાવાદમાં ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં બનેલી વધુ એક ઘટનામાં મહિલાએ ડૉક્ટર પતિ સામે ફરિયાદ નોંધાવી છે. ૩૨ વર્ષની નિકોલ વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ તેના ૪૨ વર્ષના ઓપ્થલ્મોલોજીસ્ટ પતિ સામે બળાત્કાર અને નાની-નાની બાબતમાં ડરાવવી ધમકાવીને તરછોડી દીધી હોવાનું જણાવ્યું છે. આ કપલના લગ્ન ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ થયા હતા. તેઓ મેટ્રીમોની વેબસાઈટ પર મળ્યા પછી એક બીજા સાથે લગ્ન કર્યા હતા. આ મહિલાનો પહેલા લગ્નથી અગિયાર વર્ષનો દીકરો છે. જુલાઈ ૨૦૨૧માં બન્નેના લગ્ન નક્કી કરવામાં આવ્યા પછી મહિલાનો તે સમયે થનારો ડૉક્ટર પતિ તેને શહેરની અલગ-અલગ હોટલોમાં ૮ વખત લઈ ગયો હતો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સિવાય આરોપી પતિએ મહિલાના અન્ય નવા નરોડામાં આવેલા ઘરમાં તથા તેના સેટેલાઈટમાં રહેતા ફ્રેન્ડના ઘરે પણ બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેના પતિએ મિત્રની મદદથી પોતાનો અશ્લીલ વિડીયો પણ બનાવ્યા હતા. લગ્ન થયા પછી મહિલાના પતિએ નાની-નાની બાબતોમાં તેને મારી નાખવાની ધમકી આપતો હતો. તેના સાસરિયા તેને ધમકી આપતા હતા કે ગેસ ચાલુ રાખીને તેને અને તારા છોકરા બન્નેને મારી નાખીશું. આ સિવાય મહિલાએ પોતાની ફરિયાદમાં એવા પણ આક્ષેપ કર્યા છે કે, તેના પતિએ તેને કહ્યું હતું કે બાયસેક્સ્યુઅલ છે અને તેના અન્ય મહિલાઓ અને પુરુષો સાથે પણ સંબંધ છે. ફરિયાદ પ્રમાણે ડૉક્ટર પતિએ ડિસેમ્બર ૨૦૨૧માં પરિણીતા ૨ મહિનાથી પ્રેગનેન્ટ હોવાનું માલુમ પડતા પતિએ તેનું નરોડાની પ્રાઈવેટ હોસ્પિટલમાં અબોર્શન માટે દબાણ કર્યું હતું. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો કે તેના પતિએ તેની ચાર મહિલા કર્મચારીઓ સાથે પણ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જ્યારે તેણે આ બાબતનો વીરોધ કર્યો તો ડૉક્ટર પતિએ મહિલા સ્ટાફને નોકરીમાંથી છૂટો કરી દીધો હતો અને પત્નીને માર માર્યો હતો.

Share This Article