નારોલ CETP ઓપરેટિંગ કંપની NTIEMના કુલ 21 ડિરેક્ટર્સ બે ગ્રુપમાં વિભાજીત થયાની ચર્ચાએ પકડ્યું જોર

કંપની કાયદાની કલમ 8ના નિયમો મુજબ, કંપનીના કુલ ડિરેક્ટરોની સંખ્યાના 33% દર વર્ષે નિવૃત્ત થાય છે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ નારોલ ટેક્સટાઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્વાયરો મેનેજમેન્ટ કંપનીમાં વર્ષ 2020માં કુલ 21 ડિરેક્ટરો ચૂંટણી પ્રક્રિયા થકી પસંદગી કરવામાં આવી હતી. કંપની કાયદાની કલમ 8ના નિયમો મુજબ, કંપનીના કુલ ડિરેક્ટરોની સંખ્યાના 33% દર વર્ષે નિવૃત્ત થાય છે. કાનૂની જોગવાઈ મુજબ, આ વર્ષે 2025માં સંસ્થાના ચેરમેન અને સેક્રેટરી સહિત કુલ 8 નિવૃત્ત ડિરેક્ટરો નિવૃત્ત થઈ રહ્યા છે, જેઓને ફરીથી નિયુક્ત કરવાના પ્રસ્તાવને 28-08-2025ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં મંજૂરી આપવામાં આવી ન હતી, જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં જ ચૂંટણી જાહેર થાય તેવી ચર્ચા ચાલી રહી છે.

સંસ્થાના વડાઓ દ્વારા દર બે વર્ષે રોટેશન પદ્ધતિથી સંસ્થાની કારોબારી સમિતિમાં ફેરફાર કરવાની માંગ
NTIEM હેઠળ નારોલમાં આશરે 130 પ્રોસેસ હાઉસ ધરાવતી સંસ્થા છે. આ પ્રશ્ન સાથે, ચર્ચાએ જોર પકડ્યું છે કે સંસ્થાના 21 ડિરેક્ટર બે જૂથોમાં વિભાજિત થઈ ગયા છે, જેના કારણે આ વર્ષે નિવૃત્ત થઈ રહેલા 8 ડિરેક્ટરોના સ્થાને ચૂંટણી પ્રક્રિયા દ્વારા નવા ડિરેક્ટરોની પસંદગી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Share This Article