ન્યુ ગાંધીનગરનો આ વિસ્તાર પહેલા ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની હદમાં આવતો હતો અને હવે ગાંધીનગર મહાનગર પાલિકાની હદમાં આવે છે. અહીં ન્યુ ગાંધીનગરમાં હાલની સ્થિતિએ ગુડા અને મહાપાલિકા બન્ને તંત્રો દ્વારા માળખાકીય સુવિધાના કામ કરવામાં આવે છે. પરંતુ બન્ને તંત્રના અધિકારીઓની નજર આ વિસ્તારમાં બિસ્માર બની ગયેલા રસ્તા પર અને તેના કારણે લોકોને ઉઠાવવી પડી રહેલી પરેશાની તરફ પડતી નથી.
અહીંના ડિસ્કો માર્ગો ઉપર વાહન ચાલક પલભર માટે પણ ધ્યાન ચૂકે તેની સાથે વાહન સ્લીપ થઇ જવાની સ્થિતિ અહીં રોજની બની ગઇ છે. ત્યારે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.રસ્તાઓની આ હાલત થતાં રહેવાસીઓમાં તેના કામકાજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સ્થાનિક રહેવાસીઓ દ્વારા વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગણી રાજયમાં હજી ચોમાસાની શરૂઆત થઈ નથી એ પહેલાં જ પાટનગરના ન્યુ ગાંધીનગર વિસ્તારના રસ્તાઓ ઉખડવા લાગ્યા હોવાથી કરોડોના ખર્ચે બનેલા રસ્તા ડિસ્કો રોડ બની જતાં પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
જાે કે વરસાદ પહેલા જ રસ્તાઓની આ હાલત થતાં રહેવાસીઓમાં તેના કામકાજમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા જાગી છે. હજુ તો ચોમાસાના વરસાદી દિવસો આવ્યા નથી. ત્યાં સર્જાયેલી આ પરિસ્થિતિથી લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે વરસાદ થવાની સાથે થનારી સ્થિતિ દયનીય બનવાની છે તેવી ચાલકોમાં ભીતિ છે. શહેરના રિલાયન્સ ચાર વિસ્તારમાં રસ્તાની દયજનક હાલતના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એજ રીતે રાયસણ વિસ્તારમાં પણ આવી સ્થિતિ સર્જાઈ છે.