કોર્ટ નિર્ણયને રાજકીય રીતે મુલવવા ન જોઇએ – ભરત પંડ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ:  વિસનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાના સંદર્ભમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હિંસાત્મક ઘટનાની ફરીયાદ અંગેનાં કોર્ટનાં નિર્ણયને રાજકીય રીતે મૂલવવાં ન જોઈએ. કોર્ટ સંપૂર્ણ સ્વતંત્ર હોય છે. બધાએ ન્યાયપાલિકામાં વિશ્વાસ રાખવાનો હોય છે. જે લોકોને ચુકાદો સ્વીકાર્ય ન હોય તે ઉપલી કોર્ટમાં જઈ શકે છે.

માત્ર રાજકીય બદઈરાદાથી સમાજને સંપૂર્ણ ગેરમાર્ગે દોરીને ગુજરાતમાં હિંસા, અશાંતિ અને વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કોઈએ પણ ન કરવો જોઈએ. ગુજરાતની જનતા અહિંસા, એકતા, પ્રેમ અને શાંતિમાં માને છે અને ગુજરાતની આ ઓળખને નુકસાન ન થાય તે જોવાની દરેકની ફરજ છે.જે લોકો તમામ પ્રકારના અપપ્રચાર અને અરાજકતાના પ્રયાસો કરતાં હોય તેમને ગુજરાતનાં હીતમાં તે પ્રયાસો છોડી દેવા માટે હું નમ્ર અપીલ કરૂં છું.

Share This Article