બાંગ્લાદેશમાં હિંદુ નરસંહારની ગતિ થોડી ધીમી પડી છે, પરંતુ સંપૂર્ણપણે અટકી નથી. છેલ્લા ૭ દિવસમાં અહીં હિંદુઓ પર હુમલાની બસોથી વધુ ઘટનાઓ બની છે. એક અઠવાડિયાની અંદર કટ્ટરવાદીઓએ ઘણા હિંદુઓના જીવન, તેમના ઘરો અને મંદિરોને નુકસાન પહોંચાડ્યું અને તેમને લૂંટી લીધા છે. સ્થિતિ એવી છે કે ભયાનક દ્રશ્યો અટકી રહ્યા નથી. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, છેલ્લા ૭ દિવસમાં ૫૨ જિલ્લામાં લઘુમતીઓ પર હુમલાની ૨૦૫ ઘટનાઓ નોંધાઈ છે. પ્રારંભિક અંદાજ મુજબ, હિંસાની આ ઘટનાઓમાં ૧૦૦થી વધુ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ માર્યા ગયા છે. શેખ હસીનાની સરકાર હટાવ્યા બાદ હિન્દુઓ પર થતા અત્યાચારને કારણે બાંગ્લાદેશની છબી પાકિસ્તાન જેવી બની રહી છે. આવી સ્થિતિમાં હવે વચગાળાની સરકારે પણ આ માટે માફી માંગી છે. એક તરફ હિન્દુઓના ઘરો અને મંદિરો પર હુમલા થઈ રહ્યા છે અને બીજી તરફ કટ્ટરવાદીઓએ હવે બાંગ્લાદેશની આ લઘુમતીઓને હેરાન કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર હિંદુઓને બચાવવાનો દાવો કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે શું વર્તમાન સરકાર ખરેખર હિંદુઓને બાંગ્લાદેશના કટ્ટરવાદી જૂથથી બચાવી શકશે? જેઓ હિંદુ મંદિરોના અસ્તિત્વને પસંદગીપૂર્વક નાબૂદ કરવામાં આવી રહ્યા છે. કાગળ પર પોતાને બિનસાંપ્રદાયિક ગણાવતા આ દેશમાં ૫ ઓગસ્ટે શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા પછી શું થયું તે આખી દુનિયાએ જાેયું. હિંસાની શરૂઆતમાં જ કટ્ટરપંથીઓએ ઈસ્કોન મંદિરને લૂંટી લીધા બાદ આગ લગાવી દીધી હતી. હિન્દુઓનું કહેવું છે કે તેમના પર એટલો હુમલો કરવામાં આવ્યો કે તેમને મંદિર છોડવું પડ્યું. તેમનો દાવો છે કે ૫૦૦થી વધુ લોકોએ પેટ્રોલ અને ગન પાઉડરથી હુમલાને અંજામ આપ્યો હતો. કટ્ટરવાદીઓ નફરતથી એટલા ગ્રસિત હતા કે તેઓએ ધાર્મિક ગ્રંથોને પણ છોડ્યા ન હતા. વેદ, પુરાણ અને શ્રીમદ ભાગવત ગીતાથી માંડીને મંદિરના તમામ ગ્રંથોને આગ લગાડવામાં આવી હતી. મંદિરમાં રાખેલ દાનની રકમ અને ભગવાનના ઘરેણાં લૂંટીને લઈ ગયા હતા. ૧૦-૧૫ લાખ રૂપિયા દાનમાં આવ્યા હતા, ભગવાનના સોનાના ઘરેણા હતા, બધું લૂંટી લીધું હતું. ૯૦ ટકાથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં હવે હિંદુઓની સંખ્યા ઘટીને માત્ર ૮ ટકા થઈ ગઈ છે, પરંતુ શેખ હસીનાની સરકાર ગયા પછી જાણે કટ્ટરવાદીઓએ આ દેશને હિંદુ મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હોય તેવું લાગી રહ્યું છે. તે જ સમયે, મહેરપુર જિલ્લામાં હિન્દુઓની વસ્તી માત્ર ૫ ટકા છે. અહીંના લોકોએ એક-એક પૈસો બચાવીને આ મંદિર બનાવ્યું હતું, પરંતુ ૫ ઑગસ્ટના રોજ કટ્ટરપંથીઓએ એક જ ઝટકામાં બધું જ તબાહ કરી નાખ્યું. મહેરપુરમાં જ એક બંગાળી ભદ્રા પરિવારના વડાના સરકારી વકીલ હોવાનું ગુનો બની ગયો હતો. બાંગ્લાદેશમાં હિંદુ નરસંહારનું દ્રશ્ય જાેઈને વચગાળાની સરકારનું દિલ પણ હચમચી ગયું છે. આવી સ્થિતિમાં હવે લઘુમતી હિંદુઓ પાસેથી પણ માફી માંગવામાં આવી રહી છે, પરંતુ ખરો સવાલ એ છે કે શું આ માફીથી હિંદુઓના ઘા રૂઝાશે અને શું તેમને સુરક્ષાની ગેરંટી મળી શકશે? કટ્ટરવાદીઓએ માત્ર હિંદુ ઓળખ જ નહીં પરંતુ ભારત સાથે જાેડાયેલી ઓળખને પણ ભૂંસી નાખવાનું ઘૃણાસ્પદ કૃત્ય કર્યું છે. જેનો નવીનતમ પુરાવો શહીદ સ્મારક સંકુલ છે. જ્યાં રાખવામાં આવેલી પ્રતિમાઓ બાંગ્લાદેશની આઝાદીની સૌથી મોટી સાક્ષી હતી. કટ્ટરવાદીઓએ જ તેમને પણ તોડ્યા હતા.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more