૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવ ના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન અર્ચન બાદ મુખ્યમંત્રીશ્રીએ મંદિરની પરિક્રમા કરી હતી. તેમણે આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળ્યુ હતુ અને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા હતા.
આ તકે મુખ્યમંત્રીની સાથે સાંસદ દેવુસિંહ ચૌહાણ,પંચમહાલના સાંસદ રાજપાલ સિંહ જાદવ, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પોલીસ અધિક્ષક વિજય પટેલ, વન સંરક્ષક મિતલબેન સાવંત અને આનંદકુમાર ઉપસ્થિત અને અગ્રણી નયનાબેન પટેલ સહભાગી બન્યા હતા