વધતા જતા શહેરીકરણ અને પાક ચક્રમાં ફેરફારના કારણે ભૂમિ ઉપયોગ અને ભૂમિ આવરણમાં ફેરફારની સ્થિતી જોવા મળી રહી છે. ભૂમિ આવરણ, ભૂમિ ઉપયોગ અને તાપમાન સંબંધિત ૩૦ વર્ષના આંકડાના મુલ્યાંકનના આધાર પર ભારતીય સંશોધકો કેટલાક નક્કર તારણ પર પહોંચી ગયા છે. ભારતીય ટેકનોલોજી સંસ્થા (આઇઆઇટી) ભુવનેશ્વર, સાઉથમ્પન યુનિવર્સિટી બ્રિટન અને આઇઆઇટી ખડગપુરના શોધ કરનાર લોકો દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં ઓરિસ્સામાં વર્ષ ૧૯૮૧થી લઇને વર્ષ ૨૦૧૦ સુધી ભૂમિ ઉપયોગ, ભૂમિ આવરણ અને મોસમના આંકડામાં મુલ્યાંકન કરવામાં આવ્યા બાદ વિગતવાર માહિતી જારી કરવામાં આવી છે. તાપમાન સંબંધિત આંકડા, મોસમ વિભાગ અને ભૂમિ ઉપયોગના આંકડા ઇસરોના ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યા છે. ત્રણ દશકમાં ઓરિસ્સાના સરેરાશ તાપમાનમાં આશરે ૦.૩ ડિગ્રી સુધી વધારો થઇ ગયો છે. તાપમાનમાં સૌથી વધુ વધારો ૦.૯ ડિગ્રી સેલ્સિયસનો વધારો વર્ષ ૨૦૦૧થી વર્ષ ૨૦૧૦ વચ્ચેના દશકમાં થયો હતો. તાપમાનમાં ૫૦ ટકા સુધી વધારો થવા માટે ભૂમિ ઉપયોગ અને ભૂમિ આવરણમાં ફેરફારને જવાબદાર ગણવામાં આવે છે.
મોટા શહેરોના તાપમાનમાં નાના શહેરોની તુલનામાં વધુ વધારો જોવામાં આવ્યો છે. કટક અને ભુવનેશ્વર જેવા વધુ વધારે વસ્તી ધરાવતા શહેરોના તાપમાનમાં ક્રમશ ૪૦ અને ૫૦ ટકા સુધીનો વધારો થયો છે. ઓરિસ્સાના આ બે શહેરોમાં વધારે શહેરીકરણનો દર સૌથી વધારે છે. ત્યારબાદ જે શહેરોમાં વધારે તાપમાનમાં વૃદ્ધિ થઇ છે તેમાં અંગુલ, ઢેકાનાલ અને જાજાપુરનો સમાવેશ થાય છે. આઇઆઇટી ભુવનેશ્નરના શોધ કરનાર ડોક્ટર વી. નિવોજે માહિતી આપતા કહ્યુ છે કે ભૂમિ ઉપયોગ અને ભૂમિ આવરણમાં ફેરફાર થવાના કારણે જે શહેરોના તાપમાનમાં વધારો થયો છે તેમાંથી મોટા ભાગના ક્ષેત્ર એવા છે જ્યાં પાક ચક્રમાં પણ ફેરફારની સ્થિતી જોવા મળી છે. અહીં પાક ચક્રમાં પણ ફેરફારની સ્થિતી જોવા મળી છે.
પાક ચક્રમાં ફેરફારનો અર્થ એ છે કે ખરિફ પાકની તુલનામાં રવિ પાકની ખેતીમાં વધારાને મુખ્ય કારણ તરીકે જવાબદાર ગણવામાં આવે છે. ઓરિસ્સામાં વર્ષ ૨૦૦૬-૨૦૧૦માં ખરિફ પાકની તુલનામાં રવિ પાકની ખેતીમાં આશરે ૯૭ ટકા સુધીનો વધારો થયો છે. પાક ચક્રમાં ફેરફાર એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે આ જ ગાળા દરમિયાન સ્થાનિક તાપમાનમાં પણ સર્વાધિક વધારો જોવા મળી રહ્યો છે. પાક ચક્રમાં ફેરફારના કારણે તાપમાનમાં આશરે ૩૦ ટકા સુધીનો વધારો થઇ ગયો છે. શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે માટીની નમીમાં પરિવરત્ન ભૂમિની સપાટીના તાપમાનને અસર કરે છે. વિનોજે માહિતી આપતા કહ્યુ છે કે અભ્યાસથી એવી માહિતી પણ સપાટી પર આવી છે કે ભૂમિ ઉપયોગ અને ભૂમિ આવરણમાં ફેરફારના કારણે ક્ષેત્રીય તાપમાનમાં પરિવર્તન થઇ શકે છે.
બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરના તાપમાનમાં બે ગણો વધારો થઇ રહ્યો છે. શોધ કરનાર લોકોનુ કહેવુ છે કે કોઇ સ્થાનના તાપમાનના નિર્ધારણમાં વૈશ્વિક અને ક્ષેત્રીય જળવાયુ પરિવરત્ન ઉપરાંત વન્ય વિસ્તારોની કાપણીની પણ અસર થાય છે. શહેરીકરણ જેવા સ્થાનિક મુદ્દા પણ સીધી અસર કરે છે. જળવાયુ પરિવર્તનના ખરાબ પ્રભાવને રોકવા માટે ઉદ્યોગ અને વાહનોના ઉત્સર્જનને ઘટાડી દેવા માટે દીર્ધકાલીન નીતિની જરૂર રહેલી છે. દીર્ધકાલીન શહેરોના નિર્માણ અને કૃષિ તેમજ વન્ય જાળવણીની બાબત પણ મહત્વપૂર્ણ બનેલી છે. તમામ તથ્યો તરફ ધ્યાન ખેંચવામાં આવે તે જરૂરી છે. શહેરીકરણ અને પાક ચક્રમાં ફેરફારથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં કેટલાક પરિવર્તન થઇ રહ્યા છે. જેના કારણે સીધી અસર દેશમાં જોવા મળી રહી છે.