લોકસભા ચૂંટણી માટે રણશિંગુ ફુંકાઇ ગયુ છે કે ત્યારે એકબાજુ એનડીએ જારદાર રીતે દેશમાં મજબુતી સાથે આગળ છે. બીજી બાજુ વિરોધ પક્ષો હજુ પણ વિખરાયેલા નજરે પડી રહ્યા છે. કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો કોઇ નક્કર વ્યુહરચના સાથે આગળ વધી શક્યા નથી. મોદી સરકારની વિરુદ્ધ કોઇ લહેર જગાવવામાં કોંગ્રેસને સફળતા મળી રહી નથી. પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ ભારતની પાકિસ્તાનમાં ઘુસીને જવાબી કાર્યવાહી અને ત્યારબાદ પાકિસ્તાનની સામે જે રીતની કાર્યવાહી કરવામાં આવી છે તે જાતા સરકાર મજબુત સ્થિતીમાં છે. માહોલ પણ રાષ્ટ્રવાદનો છે.
વિપક્ષી એકતાની ચર્ચા દેશભરમાં હાલમાં ચાલી રહી છે. કેટલાક રાજકીય પક્ષો તેમના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે. બીજી બાજુ કેટલાક પક્ષો તેમની સ્થિતીને સુધારી દેવા માટે દરેક પ્રકારની રણનિતી અપનાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતત્વમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત સતત વધી રહી છે. જુદા જુદા રાજ્યોમાં તેની તાકાત મોદી વડાપ્રધાન બન્યા બાદ અનેક ગણી વધી ગઇ છે. પહેલા જ્યાં ભારતીય જનતા પાર્ટીનુ નેટવર્ક પણ ન હતુ ત્યાં પાર્ટીની સરકાર બની રહી છે. આવી સ્થિતીમાં વિરોધ પક્ષો ભાજપની વધતી તાકાતને રોકવા માટે એક સાથે આવી રહ્યા છે. રાજકીય પક્ષોની પોતાની મજબુરી આમાં દેખાઇ રહી છે. સાથે સાથે તેમનામાં ભય પણ નજરે પડે છે. જા કે વિપક્ષી એકતામાં વિશ્વસનીયતાનો અભાવ બિલકુલ નજરે પડે છે.
આવી સ્થિતીમાં વિપક્ષના વિશ્વસનીય પડકારો કોઇ જગ્યાએ દેખાતા નથી. તેમની પોતાની નબળાઇના કારણે તેમના માટે સ્થિતી સરળ નથી. હાલમાં પડકારો દરેક પ્રકારની સંસ્થાઓ જેમ કે મીડિયા, સંસદ, ન્યાયપાલિકા, યુનિવર્સિટીઓ પર કરવામા આવી રહેલા સંગઠિત હુમલા તરીકે છે. ભારતમાં સરકારો કોઇ પણ પાર્ટીની કેમ ન રહી હોય આ તમામ પાર્ટીની સરકારોએ એક સમાન વિશ્વાસઘાત કર્યો છે. પરંતુ આજે કેટલીક બાબતો સ્પષ્ટ દેખાઇ રહી છે. પોતે વિપક્ષનો આક્ષેપ છે કે તેને જુદી જુદી સંસ્થાઓનો ઉપયોગ કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે. રાજકીય વિરોધીઓને ટાર્ગેટ બનાવવા માટે રાકીય સંસ્થાઓનો ઉપયોગ વધી રહ્યો હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે. ચૂટણી વર્ષમાં આ બાબતો ચમરસીમા પર પહોંચી શકે છે. આ સંસ્થાગત હુમલાના કારણે વિપક્ષ ભારે પરેશાન છે. તે પોતે રાજ્ય સત્તાનો શિકાર છે. આવી સ્થિતી હોવા છતાં વિપક્ષ પાસે કોઇ જવાબ નથી. તેને આ બાબત સમજાઇ રહી નથી કે આ સંસ્થાગત સંકટની સામે કઇ રીતે લડવામાં આવે. આના ચાર કારણ રહેલા છે.
વિપક્ષમાં કેટલાક પક્ષોના ભુતકાળ તો એટલા ખરાબ છે કે તેઓ પોતે સંસ્થાગત સુધારાને લઇને ભયભીત છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી અને તૃણમુળ કોંગ્રેસ જેવી કેટલીક રાજકીય પાર્ટીની શેલી એવી રહી છે કે તે સંસ્થાગત અખંડતા માટે દાવો કરવાની સ્થિતીમાં નથી. આગળ આવીને સંસ્થાઓને બચાવવા માટે ધ્વજ ઉપાડી શકે તેવી સ્થિતીમાં નથી.ત્રીજી બાબત એ છે કે સંસ્થાગત સુધારાનુ કામ રાજકીય રીતે આકર્ષક હોતા નથી. મોટા ભાગના રાજકીય પક્ષો વિચારે છે કે આના કારણે ઘેરાબંધી કરી શકાય તેમ નથી. છેલ્લી અને ચોથી બાબત એ છે કે અમારી રાજકીય સંસ્કૃતિ એવી રહી છે કે હજુ પણ રાજકીય સત્તાને વ્યક્તિમાં જાવામાં આવે છે. અમે રાજકીય ડ્રામાને સંસ્થાગત સુધારાની લડાઇના બદલે વ્યક્તિગત ગુણોના જંગ તરીકે ગણીએ છીએ. હવે જે પણ વિરોધ પક્ષ એક સાથે આવી રહ્યા છે તે તમામ વિરોધ પક્ષોએસૌથી પહેલા તો તેમને એક નવા લઘુતમ કાર્યક્રમ તૈયાર કરવાની જરૂર છે. આનો એક પ્રકાર એ છે કે સંસ્થાઓને લઇને ફરી રાજકીય ચર્ચા શરૂ કરવામાં આવે. સંસ્થાગત સુધારાના મામલે એક ઘોષણાપત્ર પર તેમના દ્વારા હસ્તાક્ષર કરવામાં આવે. હાલમાં સ્થિતી એ છે કે જ્યારે વિપક્ષી દળ સંસ્થાઓની કાર્યપ્રણાળી અને પોતાના પર થઇ રહેલા અત્યાચાર અંગે સરકાર પર આરોપો મુકે છે ત્યારે મોટા ભાગના મામલામાં તેમની સ્થિત નબળી સાબિત થઇ જાય છે. જનતા પણ ભાજપના કૃત્યોને નજર અંદાજ કરી નાંખે છે. ખરા નિમણૂંકની બાબત હોય કે પછી સીબીઆઇ અને આવકવેરા વિભાગના ઉપયોગની બાબત હોય તેમની અવગણના કરી દેવામાં આવે છે. લોકો માની લે છે કે વિપક્ષ જે પહેલાથી કરતુ રહ્યુ છે તેનુ આ કઠોર વલણ દર્શાવાયુ છે.