ઘણા સમયથી પેટ્રોલ ડિઝલના ભાવમાં ધરખમ વધારો હતો જેમાં કેન્દ્ર સરકારે શનિવાર રાતથી ક્રૂડની કિંમતોમાં ઘટાડો કરીને મોંઘવારીથી પીડિત લોકોને મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. મોદી સરકારના આબકારી જકાતમાં ઘટાડો કરનારા આ પગલા બાદ ઘણા રાજ્યોએ જનતાને રાહત આપવાનું કામ પણ કર્યું છે અને વેટમાં ઘટાડો કર્યો છે.
રાજ્યો દ્વારા વેટ ઘટાડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો તફાવત જાેવા મળ્યો છે. તે જ સમયે, વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ ઇં ૧૧૩ પર પહોંચી ગઈ છે. તેલ કંપનીઓ પર તેનું દબાણ વધી ગયું છે. રાજ્યોની જેમણે પોતાના રાજ્યમાં વેટ ઘટાડીને મોંઘવારીથી પીડિત લોકોને રાહત આપવાનું કામ કર્યું છે. સૌથી પહેલા કેરળે આ ર્નિણયનો અમલ કર્યો હતો. કેરળે શનિવારે જ વેટમાં ઘટાડો કર્યો હતો.
ત્યાર બાદ રાજસ્થાન પછી મહારાષ્ટ્રે વેટમાં ઘટાડો કર્યો છે. તો ઝારખંડ સરકારે વેટ ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે. નાણામંત્રી રામેશ્વર ઓરાંનું કહેવું છે કે પેટ્રોલ સબસિડી યોજના ઝારખંડમાં પહેલાથી જ અસરકારક છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, રાજ્ય સરકાર વેટના દરમાં સીધો ઘટાડો કરવાનું વિચારી રહી નથી. મહારાષ્ટ્ર સરકારે રવિવારે પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં પ્રતિ લિટર રૂ. ૨.૦૮ અને રૂ. ૧.૪૪ પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કટ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારનું આ પગલું કેન્દ્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ૮ અને ૬ રૂપિયા પ્રતિ લિટર ઘટાડ્યાના એક દિવસ બાદ આવ્યું છે. વેટમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર સરકારને દર મહિને પેટ્રોલ પર લગભગ ૮૦ કરોડ રૂપિયા અને ડીઝલ પર ૧૨૫ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે.
તે મુજબ સરકારને વાર્ષિક આશરે રૂ. ૨,૫૦૦ કરોડની આવકનું નુકસાન થશે. મુંબઈમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા અને વેટ ઘટાડવાના ર્નિણય બાદ એક લિટર પેટ્રોલની કિંમત ૧૦૯.૨૭ રૂપિયા અને ડીઝલની એક લિટરની કિંમત ૯૫.૮૪ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ દિવસે, રાજસ્થાન સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. ૨.૪૮ અને ડીઝલ પર રૂ. ૧.૧૬ પ્રતિ લિટર વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી.
કેરળ સરકારે પેટ્રોલ પર ૨.૪૧ રૂપિયા અને ડીઝલ પર ૧.૩૬ રૂપિયાનો રાજ્ય ટેક્સ પણ ઘટાડ્યો છે. કેન્દ્ર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૯.૫ અને પ્રતિ લિટર રૂ. ૭નો ઘટાડો થયો છે. હવે રાજ્યોએ પણ વેટ ઘટાડવાનું શરૂ કર્યું છે, જેના કારણે તે રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધુ નીચે આવી ગઈ છે.