નવીદિલ્હી : સરકાર ગંગા નદીના ગંદા પાણીને ટ્રીટ કર્યા પછી વેચવાના માર્ગો પર વિચાર કરી રહી છે. આ માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ ટ્રીટેડ પાણી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને વેચવામાં આવશે. ગંગા બેસિનમાં લગભગ ૧૨,૦૦૦ મિલિયન લિટર પ્રતિ દિવસ ગંદુ પાણી ભેગુ થાય છે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ અશોક કુમારે જણાવ્યું હતું કે એજન્સી લગભગ એક મહિનામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને ટ્રીટેડ વોટર વેચવાનું શરૂ કરશે. ડિરેક્ટર જનરલ અશોક કુમારે કહ્યું, ‘અમે આ પ્રોજેક્ટ મથુરાથી શરૂ કરી રહ્યા છીએ, જે અંતર્ગત ૨૦ મિલિયન લિટર પ્રતિ દિવસ ટ્રીટેડ વોટર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને આપવામાં આવશે. ત્યાં એક ઓઈલ રિફાઈનરી છે અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની જરૂરિયાત મુજબ મથુરા રિફાઈનિંગ પ્લાન્ટ માંથી ટ્રીટેડ પાણી પૂરું પાડવામાં આવશે. “અમને આશા છે કે એકાદ મહિનામાં અમે આ પ્રોજેક્ટ શરૂ કરી શકીશું અને દેશમાં આ પ્રથમ વખત બનશે કે ઓઈલ રિફાઈનરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરશે,” તેમણે કહ્યું કે ગંગામાંથી એકત્ર થયેલ ગટરના પાણીને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવશે અને પછી તે ઉદ્યોગોને વેચી શકાય કારણ કે તે તેમના માટે યોગ્ય છે. ‘નહાવા માટેનું શુદ્ધ પાણી જે સારા ધોરણનું છે તેનો ઉપયોગ ઉદ્યોગો કરી શકે છે. તે નદીઓના સારા પાણીનો ઉપયોગ ઘટાડવામાં પણ મદદ કરશે. નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડીજીએ કહ્યું કે એજન્સી આયુષ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહી છે કે કેવી રીતે કુદરતી ખેતીના ભાગ રૂપે નદી કિનારે ઔષધીય છોડ ઉગાડી શકાય. નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના મહાનિર્દેશકે કહ્યું કે અમે આયુષ મંત્રાલય સાથે પણ વાત કરી રહ્યા છીએ કે કુદરતી ખેતી તરીકે નદી કિનારે આ પાણીમાંથી ઔષધીય છોડ કેવી રીતે ઉગાડી શકાય. જેનાથી ખેડૂતો પોતાની આજીવિકા માટે નદી કિનારે ઔષધીય છોડની ખેતી કરી શકશે. તેમણે કહ્યું કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગાનું ધ્યાન હવે ‘અર્થ ગંગા’ પર છે. તેનો અર્થ લોકોને નદીઓ સાથે જાેડવાનો અને બંને વચ્ચે આર્થિક સંબંધ બનાવવાનો છે. અમે છેલ્લા બે મહિનાથી અર્થ ગંગા માટે સઘન કામ કરી રહ્યા છીએ. મોદી સરકારે વર્ષ ૨૦૧૫માં ‘નમામિ ગંગે’ મિશન શરૂ કર્યું છે. તેનો હેતુ ગંગા શુદ્ધિકરણની તમામ યોજનાઓને એકીકૃત કરવાનો છે. આ કાર્યક્રમ હેઠળ રૂ. ૩૦,૨૫૫ કરોડના ખર્ચે કુલ ૩૪૭ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.
સાસણ : પરંપરા અને આધુનિકતા વચ્ચેની વર્ષો જૂની લડાઈનું પ્રતિબિંબ દર્શાવતી ગુજરાતી ફિલ્મ
અમદાવાદ : હ્રદયસ્પર્શી અને શક્તિશાળી સિનેમેટિક સફરમાં, ગુજરાતી ફિલ્મ સાસણ પ્રેક્ષકોને ભાવનાત્મક રાઈડ પર લઈ જઈ રહી છે. પ્રતિભાશાળી ડાયરેક્ટર...
Read more