નવી દિલ્હી : સ્પેશિયલ ઓપ્સ 2 રિલીઝ માટે સુસજ્જ છે ત્યારે તેની મુખ્ય ટીમના અભિનેતા કે કે મેનન, પરમીત સેઠી, કરણ ટક્કર અને ડાયરેક્ટર શિવમ નાયરે દિલ્હીની સૌથી પ્રતીકાત્મક સંસ્થામાંથી એક રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે અચૂકતા અને પરંપરાનું આકર્ષક પ્રદર્શન એવી ચેન્જ ઓફ ગાર્ડ સેરિમની પણ જોઈ હતી. ભવ્ય શિલ્પશાસ્ત્રથી લઈને તે વહન કરે એ બંધારણીય ભાર સુધી રાષ્ટ્રપતિ ભવન ફક્ત ઈમારત નથી, પરંતુ અહીં સત્તાનું મિલન પ્રોટોકોલ સાથે થાય છે, જે સ્પેશિયલ ઓપ્સ 2ની થીમનો પડઘો પાડે છેઃ સિસ્ટમ, સ્ટ્રક્ચર્સ અને ભારતીય રાજ્યનું ભીતરી કામકાજ.
સાહસિક ઈન્ટેલિજન્સ ઓફિસર હિંમત સિંહની ભૂમિકા ભજવતો કે કે મેનન કહે છે, “સિસ્ટમમાં ઊંડાણથી જોડાયેલાનું પાત્ર ભજવનાર તરીકે ભારતમાં સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળમાંથી એક ખાતે હાજર રહેવું તે સુખદ અનુભવ છે. સેરિમની, ઊર્જા, જગ્યા- આ અનુભવ અનોખો હતો અને તે અત્યંત અસલ અને સ્પેશિયલ ઓપ્સ 2ની દુનિયા સાથે સુમેળ સાધતું હોય તેવું મહેસૂસ થયું.’’
ફિલ્ડ એજન્ટ ફારૂક અલીની ભૂમિકા ભજવતો કરણ ટક્કર ઉમરે છે, “દિલ્હી મારે માટે હંમેશાં અત્યંત વિશેષ સ્થળ રહ્યું છે, કારણ કે પહેલી વાર સ્પેશિયલ ઓપ્સ માટે મારો યુવા હિસ્સો અહીં શૂટ કરાયો હતો. આ અત્યંત પ્રતિષ્ઠિત સેરિમની નિમિત્તે અહીં પાછા આવવું તે બહુ જ સુખદ અનુભવ રહ્યો. ભવ્યતા, શિસ્ત અને ભરપૂર ઊર્જાએ અમને બધાને મોહિત કરી દીધા.’’
ડાયરેક્ટર શિવમ નાયર કહે છે, “રાષ્ટ્રપતિ ભવન આપણી લોકશાહીનાં પ્રતીકાત્મક પ્રતીકમાંથી એક છે, જ્યાં પ્રોટોકોલ, હેતુ અને સત્તાનું સંગમ થાય છે. ચેન્જ ઓફ ગાર્ડ સેરિમની જોવા અનુભવ અત્યંત સુખદ હતો. તે આપણા દેશની કામગીરીમાં શાંતિપૂર્ણ રીતે હિસ્સો બની રહેલી શિસ્ત, આદેશ અને પરંપરાની યાદગીરી આપે છે. વાર્તાકાર તરીકે આવા અવસરો ઘેરું પ્રતિબિંબ અને પ્રેરણા પ્રદાન કરે છે.’’
આ મુલાકાતથી મોહિત પરમીત સેઠી કહે છે, “મેં મારા જીવનમાં ઘણાં બધાં સ્થળની મુલાકાત લીધી છે, પરંતુ રાષ્ટ્રપતિ ભવનમાં જવું તે ઊંડાણથી શક્તિશાળી મહેસૂસ કરાવે છે. તેનો ઈતિહાસ, વારસો અને મૂક શક્તિ અદભુત છે. અહીં આવીને મને ઈતિહાસ, પરંપરા અને પ્રોટોકોલ સત્તાના પરિપ્રેક્ષ્યની પાછળ મોજૂદ કઈ રીતે છે તે જોવા મળ્યું. તેને નજીકથી જોવાનું અદભુત લાગ્યું.’’
સ્પેશિયલ ઓપ્સ 2 દુનિયાભરને મોહિત કરવા માટે સુસજ્જ છે ત્યારે તેનાં મૂળિયાં નવી દિલ્હીમાં છે, જે શહેર રોજબરોજ દેશને આકાર આપતી સંસ્થાઓ સાથે ઈતિહાસથી ભરચક છે!