ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર
બ્રિટનમાં નવી હાઈ પોટેન્શિયલ ઈન્ડીવિઝ્યુલ વીઝા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેનાથી ભારત સહિત વિશ્વના ૫૦ સર્વોચ્ચ વિશ્વવિદ્યાલયોના વિદ્યાર્થીઓને લાભ થશે. ભારતીય મૂળના મંત્રીઓ ઋષિ સુનક અને પ્રીતિ પટેલે એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, આ શ્રેણીનો ઇરાદો દુનિયાભરમાંથી આવનાર સર્વશ્રેષ્ઠ અને હોશિંયાર વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનો છે.
HPI વીઝા શ્રેણી હેઠળ સફળ અરજીકર્તાને બે વર્ષના કાર્ય વીઝાની સાથે આવા લોકોને ત્રણ વર્ષના વીઝાની ઓફર આપવામાં આવશે જે પીએચડીની ડિગ્રી ધરાવે છે. આ સ્થિતિમાં ઉમેદવારની પાસે નોકરીના પત્રની જરૂરીયાત પણ રહેશે નહીં. સુનકે કહ્યુ- આ નવા વીઝાની રજૂઆતનો અર્થ છે કે બ્રિટન વિશ્વના સર્વશ્રેષ્ઠ તથા હોશિંયાર પ્રતિભાઓને આકર્ષિત કરવાનું યથાવત રાખી શકે છે.
આ શ્રેણીનો અર્થ છે કે બ્રિટન નવાચાર, રચનાત્મકતા અને ઉદ્યમિતા માટે એક મહત્વના આંતરરાષ્ટ્રીય કેન્દ્રના રૂપમાં ઉભરશે. હું વિદ્યાર્થીઓને અહીં પોતાનું કરિયર બનાવવાના આ અવિશ્વસનીય અવસરનો લાભ ઉઠાવવાનું આહ્વાન કરૂ છું. આ વીઝા શ્રેણીનો મતલબ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ અને એમઆઈટી જેવી પ્રતિષ્ઠિત વિશ્વવિદ્યાલયોથી વિજ્ઞાન, ઇજનેરી અને તબીબી સંશોધનમાં સ્નાતક શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને બ્રિટન આવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે કહ્યુ- મને આ નવી વીઝા શ્રેણીની શરૂઆત કરતા પ્રસન્નતા થઈ રહી છે જે કોઈ ઉમેદવારની નાગરિકતાથી અલગ તેની ક્ષમતા અને પ્રતિભાને પ્રાથમિકતા આપે છે. બ્રિટનની સર્વોચ્ચ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સ્નાતક વીઝા દ્વારા ત્રણ વર્ષ બ્રિટનમાં રહેવા માટે પાત્ર છે. સ્નાતક વીઝાની શરૂઆત પાછલા વર્ષે જુલાઈમાં થઈ હતી.