સોમવારની સાંજે 5.00 વાગ્યે અમદાવાદસ્થિત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં પદ્મશ્રી કુમારપાળ દેસાઈના વરદ્ હસ્તે ગુજરાતના સિદ્ધહસ્ત પત્રકાર-તંત્રી વાસુદેવ મહેતા વિશેના પુસ્તક ‘પત્રકાર શિરોમણિઃ વાસુદેવ મહેતા’નું લોકાર્પણ કરાશે. આ પુસ્તકનું લેખન અને સંપાદન અનિતા તન્ના-રમેશ તન્નાએ કર્યું છે. આ સમારંભમાં વાસુદેવ મહેતાના દીકરા ધ્રુવમન મહેતા (નિવૃત્ત જજ, એજ્યુકેશન ટ્રિબ્યુનલ) પણ ઉપસ્થિત રહેશે. આ પુસ્તકનું પ્રકાશન ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા થયું છે. આ પ્રસંગે કુમારપાળ દેસાઈ વાસુદેવ મહેતાના પ્રદાન વિશે તથા રમેશ તન્ના વાસુદેવ મહેતાના જીવન-કવન વિશે અભ્યાસી વ્યાખ્યાન આપશે. સમારંભ સ્થળે પુસ્તકના વેચાણની સગવડ કરાઈ છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more