બિયરનો ક્રેઝ હવે વધ્યો છે

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read
Close up of a customers at a bar holding a beer and making a toast with people having fun at the background

 

ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ અભ્યાસ બાદ તારણ આપતા કહ્યું છે કે બીયર હાથમાં હોવાની સ્થિતિમાં વ્યક્તિ પોતાને વધૂ સેક્સી, સ્માર્ટ અનુભવ કરે છે. ફ્રાન્સ યૂનિવર્સિટીમાં લોરેન્ટબેગના નેતૃત્વમાં સાયકોલિજીસ્ટની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે હાથમાં શરાબ અથવા બિયર હોવાની સ્થિતિમાં તે પોતાને વધુ સેક્સી અનુભવ કરે છે. પ્રથમ તબક્કામાં અભ્યાસના ભાગરૂપે મોટી સંખ્યામં ડ્રીંકરોને આવરી લેવામાં આવ્યા હતા.

અભ્યાસ દરમિાયન પુરુષોએ કહ્યું છે કે તેઓ શરાબ હાથમાં હોવાની સ્થિતિમાં વધારે આત્મવિશ્વાસી અને સેક્સી અનુભવ કરે છે. જુદા જુદા પ્રકારની બિયર અને શરાબને અભ્યાસના ભાગરૂપે આવરી લેવામાં આવ્યા બાદ લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા. મિક્સ શરાબ પણ આમાં આવરી લેવામાં આવી હતી. શરાબનું સેવન કરતીવેળા લોકો પોતાને ખૂબ જ આત્મવિશ્વાસી અનુભવ કરે છે. શરાબ પીતી વેળા નવી નવી બ્રાન્ડને લઇને પણ ઉત્સુક્તા રહે છે. શરાબ પીતી વેળા ફિલ્મ નિહાળવા, ટીવી નિહાળવાની બાબત પણ હવે સર્વ સામાન્ય બની છે.

અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે શરાબ પીનાર વ્યક્તિ પોતાને વધુ આકર્ષક પણ અનુભવ કરે છે. અભ્યાસના તારણ બ્રિટિશ જરનલ ઓફ સાઇકોલોજીસ્ટમાં પ્રકાશિત કરવામાં આવનાર છે. અત્રે નોંધનીય છે કે પશ્ચિમી દેશોમાં શરાબ સામાન્ય બાબત છે. લોકો જુદા જુદા ફ્રુટની બિયરનો ઉપયોગ જેમાં બનાના બિયર, ફ્રુટ બિયરનો સમાવેશ થાય છે. બેલ્જિયમમાં ૬૦ ટકા લોકો બનાના ફ્લેવરનો ઉપયોગ કરે છે. બ્રાઝિલ અને પશ્ચિમ જર્મનીમાં ફ્રુટ ડ્રીંકનો વધારે ઉપયોગ કરવામાં આવે છે.

Share This Article