ઉદગમ દ્વારા મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો, બેટી પઢાઓ, ગરીબ બાળકોના શિક્ષણ સહાય, વૃક્ષારોપણ, યુવા સશક્તિકરણ, ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રચાર- પ્રસાર વગેરે જેવા વિવિધલક્ષી કાર્યોં સતત કરવામાં આવ્યી રહ્યા છે.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સતત સાતમાં વર્ષે ધ્રુવ પર્વ:ઉદગમ મ્યુઝિક ફેસ્ટિવલને ભવ્ય સફળતા બાદ ઉદગમ દ્વારા શબ્દ અને સુરની સાધનાને ધાયનમાં રાખીને ગુજરાત સાબિત નાટક અકાદમીના આર્થિક સહયોગથી સાતમા ઉદગમ શબ્દ સુરોત્સવુંનું આયોજન તા. ૨૦ મી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આંબેડકર હોલ, સેક્ટર -૧૨, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ હતું.
સહુ મહાનુભાવના દીપ પ્રાગટ્ય બાદ ઉદગમના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ ઉદગમના સામાજિક કાર્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું કરવામાં આવતા કાર્યોની માહિતી આપી હતી. મુખ્ય મેહમાન ગોસ્વામી ૧૦૫ શ્રી રસિકપ્રીતમ લાલજી મહોદયએ આશીર્વચનમાં ઉદગમના ભારતીય શાસ્ત્રીય સંગીત સંવર્ધન પ્રયાસનોની સરહાન કરીને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. અતિથિવિશેષ ગાંધીનગર મહાનગર પાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ હેમાબેન ભટ્ટે ઉદગમના સામાજિક અને સાંસ્ક્રુતિક કાર્યોમાં સાતત્ય જાળવી રાખવા બદલ અભિનંદન આપ્યા હતા.
ઉદેપુરથી પધારેલ મેવાતી ઘરાનાના ગાયક સમર્થ જાનવેએ મેવાતી ઘરાના ની પ્રાર્થનાથી શરૂઆત ઓમ હરી અનંત નારાયણ, રાજ રાગે શ્રી પર વિલંબિત ખ્યાલ: તુમબીન ચેનન નહીં આવે ત્યારબાદ બંદિશ: આયે મોરે ઘર મંદિર સજનવા, રાગ: અડાણામાં માતા કાલિકા, રાગ ચારુકેશી પર કબીરનું ભજન તરપે બિન બાલમ મોરા જીયા, રાગ વસંત મુખારીમાં મોહે તો હે લાગી કેસે છૂટે, જૈસે કમલ પાત પે જલ બસા બાદ મરાઠી અભંગ, ગુરુ ચૌથમલ માખણજીની કમ્પોઝિશન રાગ કિરવાણીમાં મેરી પ્રાણ હો સર્વસ્વ હો પ્રભુ એક બાર પુકાર લો અને રાગ હેમાવતી પર અંતરા લઈને ભજન પૂરું કર્યું. મરાઠી ભજન, હરીહર દેવકીનંદન પાહિલા આનંદ ચા કંદ બાદ ઠુમરી યાદ પિયા કી આયે યે દુઃખ સહા ન જાય પછી કબીર ભજન ગઠરી છોડ ચલા બંજારા ઇસ ગઠરી મેં માણેક મોતીના ગયાં બાળ રસિયા મૃગનયની કો યાર નવલ રસિયા અને અંતે રાગ ભૈરવીમાં માઇ સાંવરે રંગ રાચી અને ધન્ય ભાગ સેવા કા અવસર પાયાથી સમાપન કર્યું હતું. તેમની સાથે તબલા પર પ્રવીણ શિંદે હાર્મોનિયમ પર દીપેશ સુથાર અને ભુવને સંગત કરી હતી.તેમની પ્રસ્તુતિ પર ઓવારી જતા મંત્રમુગ્ધ રસિક શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
