ગુજરાતમાં ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર દરમિયાન ૩૬મા રાષ્ટ્રીય રમોત્સવ (નેશનલ ગેમ્સ)નું આયોજન થવાનું છે. જેમાં ૬ શહેર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં ૩૬ રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે. આ સાથે હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં ૮ સ્થળોએ ૧૪ રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં ૩ સ્થળે ૮ સ્પર્ધાઓ, રાજકોટમાં ૩ સ્થળે ૨ રમત સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે ૩ રમત સ્પર્ધા જ્યારે સુરતમાં ૨ સ્થળોએ ૪ રમત સ્પર્ધાઓ યોજાશે. નેશનલ ગેમ્સમાં ભાગ લેવા આવનારા ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફ સહિતના લોકો માટે ૩, ૪ અને ૫ સ્ટારમાં રોકાણના આયોજનની યોજના બનાવવામાં આવી રહી છે.
અમદાવાદમાં વોટર સ્પોર્ટ્સથી લઈ ફૂટબોલ અને રગ્બી જેવી રમતોની સ્પર્ધાઓ યોજાશે. વોટર સ્પોર્ટ્સનું આયોજન સાબરમતી નદીમાં કરાશે, જ્યારે ફૂટબોલ-રગ્બી અને કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન ટ્રાન્સ્ટેડિયા ખાતે થઈ શકે છે. જ્યારે ગાંધીનગરમાં વુશુ, ખો-ખો, યોગાસન અને રેસલિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. નેશનલ ગેમ્સમાં પ્રથમવાર યોગાસન એક રમત તરીકે સામેલ થઈ રહ્યું છે. વડોદરા જુડો-મલખમ જ્યારે સુરત જિમાન્સ્ટિક, બેડમિન્ટન અને બીચ વોલીબોલ જેવી રમતની સ્પર્ધાની યજમાની કરશે.
અમદાવાદ: તીરંદાજી, ફૂટબોલ, શૂટિંગ, કાયાકિંગ અને કેનોઈંગ, ફેન્સિંગ, કબડ્ડી, ટેનિસ, રોવિંગ, ગોલ્ફ, ટ્રાએથ્લોન, રોલર સ્કેટિંગ, રગબી, બોક્સિંગ, સોફ્ટ ટેનિસ,
ગાંધીનગર;સ્ક્વૉશ, સાઈક્લિંગ, એથ્લેટિક્સ, વુશુ, વેઈટલિફ્ટિંગ, ખો-ખો, યોગાસન, રેસલિંગ,
સુરત: જિમ્નાસ્ટિક, બેડમિન્ટન, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ
રાજકોટ :એક્વેટિક્સ, હોકી,
વડોદરા: જૂડો, ટેબલ-ટેનિસ, હેન્ડબોલ, મલખમ
ભાવનગર : વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ,