નવીદિલ્હી : ભારતનું ઇલેક્ટ્રિક વ્હિકલ માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તે વધી રહ્યું છે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકી પણ ૨૦૩૦ સુધીમાં તેના કુલ પોર્ટફોલિયોના ૧૫% ઈલેક્ટ્રીક બનાવવા જઈ રહી છે. ટાટા મોટર્સે EVમાં ભારે રોકાણ કર્યું છે અને હાલમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર TATAની છે. આવી સ્થિતિમાં ટેસ્લાના ભારતમાં પ્રવેશની શું અસર થશે? આનાથી દેશનું સમગ્ર EV કાર માર્કેટ કેવી રીતે બદલાશે?.. એલોન મસ્કની ટેસ્લા ચીન છોડીને ભારત આવવાની તૈયારી કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી અધિકારીઓની વડાપ્રધાન કાર્યાલય અને અન્ય સરકારી વિભાગો સાથે ચર્ચા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કંપનીના માલિક એલોન મસ્ક પોતે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટેસ્લા આવતા વર્ષે ભારતમાં પ્રવેશ કરશે, શરૂઆતમાં કંપની ટેસ્લા કારને સંપૂર્ણ બિલ્ટ સ્વરૂપમાં અહીં લાવશે.. ટેસ્લા ભારતમાં રોકાણ કરતા પહેલા માર્કેટ ટેસ્ટિંગ ઈચ્છે છે. તેણે ૨૦૨૧ માં ભારતમાં પ્રવેશવાનું નક્કી કર્યું અને સરકારને આયાતી ઇલેક્ટ્રિક કાર પરની આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું કે મેન્યુફેક્ચરિંગ વગર ટેક્સમાં છૂટ મળશે નહીં. આ રીતે આ વાતચીત તૂટી ગઈ. મહત્વનું છે કે ભારતમાં ટેસ્લા આવતા રોજગારીમાં વધારો થશે. ટેસ્લા ભારતને કન્ઝયુમર માને છે. જ્યારે ફુગાવા અને આર્થિક મંદીને કારણે પશ્ચિમી દેશોમાં તેનું વેચાણ ઘટી રહ્યું છે, ત્યારે ટેસ્લા ચીન જેવા મોટા બજારોમાં સ્થાનિક કંપનીઓ સાથે સ્પર્ધાનો સામનો કરી રહી છે. તેનાથી વિપરિત, ઈફની દ્રષ્ટિએ ભારત ઊભરતું બજાર છે.. ટેસ્લા માટે આયાત ડ્યુટી ઘટાડવાનો સૌથી મોટો વિરોધ TATA,OLA, અને ટીવીએસ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેઓ ભારતમાં પહેલેથી જ ઇલેક્ટ્રિક વાહનો બનાવી રહી છે. ઈ્ના સમાચાર અનુસાર, તેમણે કહ્યું કે ટેસ્લાને આ ડિસ્કાઉન્ટ આપવાથી તેના વાહનો સસ્તા થશે. જેવી ઘણી વિદેશી ઇલેક્ટ્રિક કાર કંપનીઓ માટે ભારતનો માર્ગ મોકળો બનશે. આ કારણે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લોકપ્રિય બનાવવા માટે સ્થાનિક કંપનીઓ દ્વારા કરવામાં આવેલી મહેનત અને રોકાણ પર પાણી ફરી જાય તેવી શક્યતા છે.. સરકારે સ્થાનિક કંપનીઓને સબસિડી અને અન્ય લાભો આપીને સ્થિતિ સામાન્ય રાખવાની ખાતરી આપી હતી. પણ વાત અહીં પૂરી નથી થતી. ટેસ્લા ભારતીય બજારને ધ્યાનમાં રાખીને ભારતમાં ટેસ્લા ઇલેક્ટ્રિક કારને $24,000(આશરે રૂ. ૨૦ લાખ) સુધીની કિંમતે વેચવાની યોજના ધરાવે છે. આનાથી ઈફ ને વધુને વધુ લોકો સુધી લઈ જવામાં મદદ મળશે. ટેસ્લા હંમેશા સારી ગુણવત્તા અને નવી ટેક્નોલોજી સાથે કાર પ્રદાન કરવાનો દાવો કરે છે, તેથી તેની એન્ટ્રી સ્થાનિક કંપનીઓ માટે ચોક્કસપણે સ્પર્ધા વધારશે. આ માત્ર ૪-વ્હીલર્સને જ નહીં, પરંતુ સમગ્ર ઈફ સેગમેન્ટની સપ્લાય ચેઇનને અસર કરશે.
અનંત નેશનલ યુનિવર્સિટીએ બે આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું
અમદાવાદ : અનંત નેશનલ યુનિવર્સિટીએ તાજેતરમાં જ બે સીમાચિહ્નરૂપ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ‘ધ ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ઈન્ડિજિનિયસ નોલેજ...
Read more