ત્રણ મહિનામાં, હોંગકોંગમાં, લગભગ ૧૦ લાખ લોકોને ચેપ લાગ્યો હતો અને ૪૬૦૦ થી વધુ લોકોના મોત થયા
નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે હોંગકોંગમાં ભયજનક સ્થિતિ બની ગઈ છે. અહીં બુધવારે, કોરોના વાયરસ પીડિતોના મૃતદેહોને રેફ્રિજરેટેડ શિપિંગ કન્ટેનરમાં રાખવા પડ્યા કારણ કે અહીં શબપેટીઓ સમાપ્ત થઈ ગઈ છે અથવા શોધવાનું ખૂબ મુશ્કેલ છે. સરકાર વહેલી તકે શબપેટી સપ્લાય કરવાનો પ્રયાસ કરી રહી છે. અહીં કોરોના વાયરસના ચેપ અને તેના કારણે થયેલા મૃત્યુના આંકડા ચોંકાવનારા છે. છેલ્લા ત્રણ મહિનામાં, હોંગકોંગમાં, લગભગ ૧૦ લાખ લોકોને કોરોના ચેપ લાગ્યો હતો અને ૪,૬૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. અંતિમ સંસ્કાર સંસ્થાના એક પ્રતિનિધિએ કહ્યું કે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધવાથી શહેરમાં શબપેટીઓની ભારે અછત ઉભી થઈ છે. એવું લાગે છે કે શહેરમાં કોઈ શબપેટીઓ બાકી નથી. જ્યારે નેતા કેરી લેમે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વીકાર્યું કે થોડી જ શબપેટીઓ બાકી છે, પરંતુ પ્રયત્નો કરવામાં આવ્યા છે અને બે મોટા શિપમેન્ટ ટૂંક સમયમાં હોંગકોંગ પહોંચશે. આ અંગેની માહિતી ગત રાત્રે જ મળી હતી. ખાદ્ય અને આરોગ્ય બ્યુરોએ જણાવ્યું હતું કે શબપેટીઓ પરિવહન કરવા માટે જહાજાેનો ઉપયોગ કરી શકાય છે. અધિકારીઓ પોસ્ટમોર્ટમ કેસ અંગે ચિંતિત પરિવારોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. ડૉક્ટરે ડેથ સર્ટિફિકેટ આપ્યા વિના મૃતદેહોને જાહેર શબઘરમાં કેવી રીતે લાવવામાં આવે તે પણ ચિંતાનો વિષય છે. લામે કહ્યું કે અમે પરિવાર માટે મૃતદેહ પરત લેવાનો રસ્તો શોધવાનો પ્રયાસ કરીશું જેથી તેઓ જલ્દી અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી શકે. સ્થિતિ એવી છે કે શબઘર અને સ્મશાનગૃહો પણ રાત-દિવસ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યા છે. આ સિવાય ચીનના પણ ૧૩ શહેરોમાં લોકડાઉનની સ્થિતી ઉભી થઇ છે. હોસ્પિટલો ફરીથી ભરાવા લાગી છે. યુરોપમાં પણ ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે જેને જાેતા લાગી રહ્યુ છે કે કોરોનાની નવી લહેર શરૂ થઇ ગઇ છે, જાેકે રાહતની વાત એ છે તે ભારતમાં કોરોનાના કેસ ઓછા થઇ ગયા છે.