કચ્છમાં ભયંકર અકસ્માત, ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડીને એક્ટિવા પર પડ્યું, ૩નાં મોત

Rudra
By Rudra 1 Min Read

કચ્છના મુન્દ્ર-ખેડોઈ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરનું કન્ટેનર એક્ટીવા પર પડતા ૩ લોકોના મોત નિપજ્યાં છે. આ અકસ્માત અંગે માહિતી અનુસાર આ કન્ટેનર લોક ન હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ ભયાનક અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. ત્યારે બાદ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અકસ્માત અંગે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃત્યુ પામનાર યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે. જ્યારે ત્રીજા યુવાનની ઓળખ પ્રક્રિયા ચાલુ છે. ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામ અર્થે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ દ્વારા ટ્રેલરના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article