ખોટી ચિંતા…

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અનંત પટેલ

મોનિકા સાસરે જતા પહેલાં જ એટલી બધી ગભરાઇ ગઇ હતી કે પૂછો ના વાત ! એના સસરા પાંચમાંપૂછાતા વ્યક્તિ હતા. તેનાં સાસુ પણ કુટુંબમાં ભારે વર્ચસ્વ ધરાવતાં હતાં. ટૂંકમાં મોનિકા થોડાક દિવસો બાદ મોટા ઘરની વહુ બનવાની હતી. મોનિકાનું સાસરું સમાજમાં વગદાર અને આબરુદાર ઘર ગણાતું હોઇ તેનાં મમ્મીએ અને કાકીએ ઘણી બધી શિખામણ સલાહ આપી હતી. કેટલીક વાર શિખામણનોઓવરડોઝ પણ વ્યક્તિને બેચૈન બનાવી દે છે. મોનિકા કદાચ આજ કારણસર ખૂબ જ ચિંતામાં પડી ગઇ હતી.

— શું થશે મારું સાસરિયામાં ?

— શું હું બધાને ટેકલ કરી શકીશ ?

— મારા સાસુ સસરાને સંતોષ આપી શકાશે ?

— મારાં સાસુની જેમ હું પણ તેમના જેવું સ્થાન પામી શકીશ ?

મોનિકા ઘણી બધી અવઢવ સાથે તેના પતિ પ્રિયમના ઘરે આવી પહોંચી. વરકન્યાનાંપોંખણાં થઇ ગયાં.બે ય જણ એકાદ અઠવાડિયું બહાર ફરવા પણ જઇ આવ્યાં …. મોનિકાએ લગ્ન અગાઉ જે કાંઇ મૂઝવણ અનુભવી હતી તેવું તેને ખાસ કંઇ લાગતું ન હતું.બધાં જ સાદાં અને સરળ હતાં. કોઇનો બોલ વાંકો પણ ન હતો. સૌ એને જાણે કે સંભાળી લેવાનાં હોય તે રીતે જ વર્તતાં હતાં .મોનિકાને લગ્ન પહેલાંની પોતાની મૂંઝવણ ખોટી હતી તેવું લાગવા માંડ્યુ. સામાન્ય રીતે છોકરીને પપ્પાનું ઘર છોડીને એક પરાયા ઘરમાં પરાયાં માણસો સાથે સદાને માટે રહેવા જવાનું હોય એટલે આવી ચિંતા થાય એ પણ સહજ છે તેમ છતાં છોકરી  જ્યારે જૂએ કે તેની જેમ જ તમામ છોકરીઓ લગ્ન કરીને પતિના ઘરને પોતાનું માનીને જીવવા લાગી જાય છે અને એક સમય એવો આવે છે કે પછી તેને પતિનું ઘર જ પોતાનું અને બીજાં બધાં જ ઘર પારકાં લાગવા માડે છે ત્યારે મનમાં રહેલો રહ્યો સહ્યો ડર પણ દૂર થઇ જાય છે.

લગ્ન પછીના ત્રણેક મહિના તો સરળ રીતે વહીગયા હતા, મોનિકાનાં મમ્મી પપ્પાને પણ હૈયે હાશ થઇ ગઇ હતી ત્યાં જ એકાએક એક દિવસે મોનિકાને તેનો પતિ પ્રિયમ તેની મમ્મીના ઘરે બહારથી જ ઉતારીને જતો રહ્યો…. મોનિકાએ પોતાના આવવા વિશે ન તો કોઇ ફોન કર્યો હતો કે ન તો કોઇ મેસેજ મોકલ્યો હતો.. મમ્મીને તો દીકરીને એકએક આવેલી જોઇને ફાળ પડી…મમ્મીને થયું,

— શું થયું હશે ? એ કોઇની સાથે ઝગડીને તો નહિ આવી હોય ને ?

— એનાં સાસુ સસરા સાથે કશું વાંકુ તો નહિપડ્યુ હોય ?

— જમાઇ સાથે તો કશી જીભાજોડી નહિ થઇ હોય ?જમાઇ એને કેમ બહારથી જ ઉતારીને જતા રહ્યા ?

— બે નણંદ અને દિયરમાંથી કોઇની  સાથે તો ઝઘડી નહિ હોયને ?

— આમ પાછી હઠીલી છે ને ઘણી સમજાવી છે તો ય કદાચ કશી હઠ કરી જ હશે ….!!!

આવા પ્રશ્નોથી મમ્મી અને પપ્પા બે ય જણ બેચૈન બની ગયાં… એમણે દીકરીને આવકારી ને પછી નિરાતે વધુ પૂછશુંતેમ વિચારી મન મનાવ્યુ પણ ત્યાં તો વેવાણનો ફોન આવ્યો,એ કહેતાં હતાં,

” એ જયશ્રી ક્રીષ્ણ …. મજામાં છોને વેવાણ  ?  આ મોનિકાને તમને મળવા આવવું હતું તે પ્રિયમ જોડે મોકલી છે, બે ચાર દિવસ રહેશે ને પછી પ્રિયમ એને લઇ જશે… કશી ચિંતા કરશો નહિ હોં..”

ગભરાઇ ગયેલાં મોનિકાનાં મમ્મીને વેવાણનાફોનથી હાશકારો થયો. વેવાણની વાત સાંભળ્યા પછી એમણે મોનિકાને ખાસ કંઇ પૂછવા જેવુ જ ન રહ્યું… તેમણે તરત જ મોનિકાનાપપ્પાને વળતો ફોન કરીનેવેવાણનાફોનની વાત કરી દીધીજેથી એમના દિલને પણ ટાઢક થઇ ગઇ…લગભગ દરેક મમ્મીને  દીકરીનું ઘર સાસરીમાં સારી રીતે વસી જાય તેની ખૂબ ચિંતા હોય છે. દીકરી અમથીઅમથીસાસરેથી કશી ખબર આપ્યા  વિના આવી  જાય તો ટેંશન થઇ જતું હોય છે…એનો બે ચાર દિવસ સુધી ફોન ન આવે તો પણ ચિંતા !! ખરેખર તો મમ્મીઓએઆવો સ્વભવ ન રાખવો જોઇએ. પોતાની દીકરી પર અને પોતાનાં વેવાઇ અને વેવાણ તેમ જ જમાઇ પર ખૂબ જ શ્રધ્ધા અને વિશ્વાસ હોવો જ જોઇએ…આવો વિશ્વાસ હોય તો ક્યારે ય કશું ટેંશન પેદા થતું જ નથી.

Share This Article