કેન્દ્રની રાજનિતીની દિશા અને દશા નક્કી કરવામાં તેલુગુ રાજ્યો પણ ચાવીરૂપ ભૂમિકા અદા કરી શકે છે. રાજકીય પંડિતોના કહેવા મુજબ બંને રાજ્યોમાં રાજકીય સમીકરણ ખુબ જ રોમાંચક દેખાઇ રહ્યા છે. આંધ્રપ્રદેશમાં જ્યાં પ્રમુખ દળો અલગ અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છે. બીજી બાજુ તેલંગણામાં રાજ્યમાં સત્તારૂઢ તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ) તેમજ ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન આગામી ચૂંટણીમાં પણ એક સાથે મેદાનમાં ઉતરવા માટેની તૈયારી કરી છે. હૈદરાબાદ સીટ પરથી એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસાસુદ્દીન ઔવેસી મેદાનમાં છે. તેઓ આ બેઠક પરથી સતત જીતતા રહ્યા છે.
આ સીટ પર ટીઆરએસ તેમને સમર્થન આપવા માટે તૈયાર છે. જેના બદલે ઔવેસીની પાર્ટી તેમને બાકીની ૧૬ સીટો પર ટીઆરએસને જીતાડવામાં મદદ કરનાર છે. જા ે ટીઆરએસે તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યપ્રધાન ચન્દ્રશેખર રાવ બિન ભાજપ અને બિન કોંગ્રેસી વિકલ્પ તરીકે ફેડરલ ફ્રન્ચ બનાવવા માટે ઇચ્છુક છે. આના કારણે તેઓએ પોતાના પુત્ર અને પૂર્વ પ્રધાન કેટીઆરને ફરી મંત્રી ન બનાવીને આ વખતે લોસભા ચૂંટણી માટે તેલંગણાની જવાબદારી સોપી દીધી છે. કેટીઆરે પણ દાવો કર્યો છે કે ચન્દ્રશેખર રાવના નેતૃત્વમાં ફેડરલ ફ્રન્ચ જ આગામી સરકારની દિશા અને દશા નક્કી કરનાર છે.
ડિસેમ્બર ૨૦૧૮માં તેલંગણામાં પૂર્ણ બહુમતિ મળી ગયા બાદ ચન્દ્રશેખર રાવે તરત જ દિલ્હી પહોંચીને મહત્વપૂર્ણ ક્ષેત્રીય નેતાઓ સાથે બેઠકોનો દોર હાથ ધર્યો હતો. ક્ષેત્રીય પક્ષોના નેતાઓ સાથે વાતચીત શરૂ કરી હતી. તેમને બિન ભાજપ અને બિન કોંગ્રેસ ક્ષેત્રીય ગઠબંધનમાં સામેલ કરવાની વાત છેડાઇ હતી. જો કે આશ્ચર્યની વાત એ રહી હતી કે દિલ્હી, કોલકત્તા અને બેંગલોરમાં વિપક્ષી દળોની તમામ મોટી રેલીમાં કેસીઆર સામેલ થયા ન હતા. કેસીઆરે કોઇ પ્રતિનિધી પણ આ રેલી માટે મોકલ્યા ન હતા. જેથી તેમની સામે ગંભીર પ્રકારના આરોપો મુકવામાં આવ્યા હતા. અંદરખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ કરવાનો તેમના પર આરોપ મુકવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં થયેલા વિધાનસભાની ચૂંટણીમાં ટીઆરએસને પડકાર ફેંકનાર ટીડીપી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોનો સફાયો થયો હતો. ટીઆરએસને પડકાર ફેંકવા માટે ટીડીપી, કોંગ્રેસ અને અન્ય પક્ષોએ મળીને મહાગઠબંધનની રચના એ વખતે કરી હતી. જા કે હવે આ મહાગઠબંધનમાં ભારે તિરાડો છે. તેમાં પાર્ટીઓ અલગ થઇ ચુકી છે.
તમામ પક્ષો અલગ અલગ રીતે ચૂંટણી લડી રહ્યા છેં. ટીઆરએસ રૈયતુ બંધુ યોજના, કાલેસ્વરમ તેમજ ભાગીરત પરિયોજનાને લઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. આ યોજનાઓને લઇને ટીઆરએસ પ્રજા કલ્યાણના મુદ્દાને લઇને લોકો વચ્ચે જવા માટે ઇચ્છુક છે. બીજી બાજુ વિરોધી પક્ષો ભાઇ ભત્રીજાવાદ, ભ્રષ્ટાચાર તેમજ વચન નહીં પાળવાની વાતોને લઇને રાવ પર પ્રહારો કરવા માટે ઇચ્છુક છે. આ તમામ મુદ્દા પ્રચારમાં જોરદાર રીતે છવાઇ જવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીની સ્થિતી અહીં નબળી છે પરંતુ તે આ વખતે તમામ તાકાત લગાવી રહી છે. જેથી તેને ફાયદો ચોક્કસપણે થનાર છે. આ વખતે સત્તારૂઢ ટીઆરએસની સામે કેટલાક પડકારો રહેલા છે. તેલંગાણાની વાત કરવામાં આવે તો ચન્દ્રશેખર અને કોંગ્રેસની વચ્ચે સીધી ટક્કર થનાર છે. વર્ષ ૨૦૧૪ની વાત કરવામાં આવે તો ટીઆરએસને ૧૧, કોંગ્રેસને બે, ભાજપને એક ઔવેસીને એક અને અન્યોને બે સીટો મળી હતી. તેલંગણામાં લોકસભાની ચૂંટણી ખુબ નિર્ણાયક બનનાર છે. આ વખતે આ રાજ્યમાં પણ સમીકરણ રોમાંચક અને રોચક રહી શકે છે. લોકસભા ચૂંટણીમાં તેલુગુ રાજ્યોમાં કેન્દ્રિય નેતાગીરીની અસર હમેંશા ઓછી રહે છે.