તેલંગાણામાં રાવના જાદુ વચ્ચે ટીઆરએસની પ્રચંડ બહુમતિ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

હૈદરાબાદ : તેલંગાણામાં આજે ટીઆરએસે મજબૂત બહુમતિ હાંસલ કરી હતી. સત્તા પક્ષ ટીઆરએસ દ્વારા વહેલી તકે ચૂંટણી યોજવાના પાસાને સફળતા મળી હતી. કુલ ૧૧૯ સીટો પૈકીટીઆરએસે મોટાભાગની સીટો જીતી હતી. મુખ્યમંત્રી કેસીઆરે પણ જીત મેળવી હતી.

જીત બાદ ઉજવણીનો દોર શરૂ થયો હતો.ચંદ્રશેખર રાવે નિર્ધાિરત સમય કરતા પહેલા ચૂંટણી યોજવા માટેની માંગ કરીને પાસુ ફેંક્યું હતું. ચંદ્રશેખર રાવ અસલી હિરો તરીકે સાબિત થયા હતા. છ મહિના પહેલાચૂંટણી મેદાનમાં ઉતરવાના તેમના નિર્ણયને યોગ્ય ગણવામાં આવે છે. તેમની પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો. બે તૃતિયાંશ બહુમતિ મેળવી લીધી હતી.

 આની સાથે જ તેલંગાણામાં સત્તામાં વાપસી કરવાના પ્રયાસમાં રહેલા કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધનના ઇરાદા પર પાણી ફેરવી દીધું હતું. કોંગ્રેસ અને ટીડીપી ગઠબંધનને ખુબ ઓછી સીટો મળી હતી. બીજી બાજુ હૈદરાબાદની રાજનીતિ કરનાર અસાસુદ્દીન ઓવૈસીની પાર્ટી પણ એક સીટ જીતી ગઈ હતી. અકબરુદ્દીન ચંદ્રયાન સીટ પરથી જીતી ગયા હતા. આ પાર્ટીએ ટીઆરએસને ટેકો આપવાની જાહેરાત પહેલાથી જ કરી હતી.

Share This Article