સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ “કારખાનું”નું ટીઝર લોન્ચ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ગુજરાત : ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે કાંઈક નવું જ લઈને  આવી રહી છે અપકમિંગ સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ “કારખાનું”. ફિલ્મનું નામ સાંભળતા જ લોકોને આશ્ચર્ય થાય કે આખરે આ ફિલ્મમાં હશે શું? કાંઈક નવી જ વાર્તા ધરાવતી આ ફિલ્મ પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ “મર્કટ બ્રોસ” પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની એનાઉન્સમેન્ટ  ડેટ જાહેર કર્યા બાદ ફિલ્મનું ટીઝર પણ તાજેતરમાં જ રિલીઝ કરાયું છે. કલાકારોની દમદાર એક્ટિંગ, કોમેડી ટાઈમિંગ, અને અદભૂત બીજીએમના કારણે આ ફિલ્મ દર્શકોને જરૂર પસંદ આવશે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 2 ઓગસ્ટ , 2024ના રોજ રિલીઝ થઇ રહી છે.

Film Teaser

ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીયે તો પ્રખ્યાત લેખિકા અને અભિનેત્રી કાજલ ઓઝા વૈદ્ય, અર્ચન ત્રિવેદી, મકરંદ શુક્લા, રાજૂ બારોટ જેવા પ્રતિભાશાળી કલાકારોની સાથે પાર્થ મધુકૃષ્ણ, હાર્દિક  શાસ્ત્રી, હર્ષદીપસિંહ જાડેજા અને દધીચી ઠાકર જેવા યુવા કલાકારો એ પોતાની અદ્ભૂત એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી દીધા છે. આ ફિલ્મનું નિર્દેશન ઋષભ થાનકી એ કર્યું છે. ગુજરાતી ફિલ્મોને નવા આયામો ઉપર લઈ જવાના સંકલ્પ સાથે મર્કટ બ્રોસની ટીમ આ ફિલ્મ લઈને આવી રહી છે જે પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી તથા પૂજન પરીખ દ્વારા લિખિત છે.

ફિલ્મના ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં હોરરની સાથે કોમેડી ભરપૂર છે. તળપદી ભાષાના ડાયલોગ્સ પણ મજ્જો પડાવી દે તેવા છે. ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જ્યાં એક કારખાનામાં 3 કારીગરો રાત્રે કામ અર્થે જાય છે અને ત્યાં ભૂત હોવાની વાતની જાણ થતાં આગળ શું થાય છે તે તો આ ફિલ્મ થકી જ જોવું રહ્યું. ટૂંકમાં કહી શકાય કે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે.

Share This Article