બિન અધિકૃત ગેરહાજર શિક્ષકો હાજર થવા ફરમાનઃ અન્યથા સેવા સમાપ્ત કરવામાં આવશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગાંધીનગર જિલ્લામાં સતત લાંબા સમયથી બિન અધિકૃત રીતે ગેરહાજર રહેતા પ્રાથમિક શિક્ષકોએ દિન-૧૦માં હાજર થવાનું રહેશે, જે તેઓ હાજર નહીં થાય તો તેમની સેવા સમાપ્ત કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ગાંધીનગરની યાદીમાં જાણ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૧૧ પ્રથમિક શિક્ષકો/ વિદ્યાસહાયકો/ એચટાટ/ આચાર્યશ્રી સતત લાંબા સમયથી વિદેશ પ્રવાસ અથવા અન્ય કારણોસર તેમની ફરજ પર બિન અધિકૃત રીતે ગેરહાજર છે. જેઓને આ નોટિસ પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, ગાંધીનગર, સેકટર-૧૭ ખાતે હાજર થવા જણાવવામાં આવ્યું છે. આ ગેરહાજર શિક્ષકો નિયત સમયમર્યાદામાં હાજર નહીં થાય તો, તેમને તેમની રજા વિષયક બાબતમાં કાંઈ કહેવાનું કે સ્પષ્ટતા કરવાની રહેતી નથી એમ માની તેમની સેવા સમાપ્ત કરવાના એક તરફી હુકમો કરવામાં આવશે, જેની સંબંધિત કર્મચારીઓએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

 

Share This Article