શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વ્યવસાયી તરીકે નહીં પણ ભાવાત્મક રીતે જોડાયેલો હોય છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પાંચ સપ્ટેમ્બર ટીચર ડે એટલે કે શિક્ષક દિન તરીકે ઓળખાય છે પાંચ સપ્ટેમ્બરે જ શિક્ષક દિન કેમ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદીવસ છે તેમની યાદમાં પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે

જ્યારે ૧૯૬૨માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમના વિદ્યાર્થીઓ તેમનો જન્મદિવસ દેશભરમાં ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણન એ તેમનું પ્રસ્તાવ સ્વીકાર્યો પણ જુદી રીતે!

તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે મારા જન્મદિવસની શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે તેઓ સ્વામી શિક્ષક હતા અને જો શિક્ષકોને આદર અને સન્માન મળે તો તેઓને ખુબ જ પ્રસન્નતા થાય. જેથી પાંચ સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

WhatsApp Image 2019 09 05 at 1.15.44 PM WhatsApp Image 2019 09 05 at 1.19.33 PM

આ દિવસે શિક્ષકો માટે ખાસ આયોજન હોય છે શાળાના વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બની શાળામાં અભ્યાસ ચલાવવાનો અનુભવ મેળવે છે દેશભરમાં આની ઉજવણી જુદી જુદી રીતે થાય છે નિષ્ઠાવાન મહેનતુ અને શિક્ષણના ક્ષેત્રમાં સારું યોગદાન આપનાર શિક્ષકોને પુરસ્કૃત પણ કરવામાં આવે છે.

દરેક શિક્ષક તેના વિદ્યાર્થીઓ સાથે એક વ્યવસાયી તરીકે નહીં પણ ભાવાત્મક રીતે જોડાયેલો હોય છે, તેના માટે દરેક વિદ્યાર્થી નાતજાત અમીર-ગરીબ જેવા ભેદભાવથી રહિત હોય છે, તે દરેક બાળકને પોતાનું બાળક સમજી મહેનત કરતો હોય છે જેથી આ દેશ આગળ આવે તે ફક્ત શિક્ષણ નહીં પણ સંસ્કાર પણ આપે છે.

શિક્ષક દિન નિમિત્તે મને શિક્ષિત કરનાર મારા તમામ શિક્ષકોને વંદન

  • પ્રિયંકા ભાવસાર

નોંધઃ પ્રસ્તુત લેખમાં રજૂ કરાયેલ તમામ તારણો અને વિચારો લેખકને સ્વાધિન છે.

Share This Article