મુંબઈ: શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૧૬૬૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ૧૫૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. એક માત્ર એચડીએફસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરાથયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો છે.
આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૧૫૧૮૦.૪૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૭૯૪૦૭૪.૫૨ કરોડ રૂપિયા થઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં ૬૨૭૮.૮૬ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૭૮૯૯૪૯.૯૨ કરોડ થઇ છે. એચડીએફસી બેંક અને આઈટીસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૭૭૭૮.૩૦ કરોડ અને ૪૨૧૯.૮૧ કરોડનો ઘટાડો થયો છે.
એફએમસીજીની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ ૧૯૦૪.૮૯ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૩૫૨૮૬૯.૫૫ કરોડ થઇ છે. મારુતિ સુઝુકી ઇÂન્ડયાની માર્કેટ મૂડીમાં ૩૦૧૧.૭૪ કરોડનો ઘટાડો થયો છે. જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૧૨૯૪.૦૭ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૫૯૧૭૦.૦૨ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે.
ટોપ ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંક અને ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. બેંચ માર્ક સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો અથવા તો ૦.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસીની માર્કેટ મૂડી ૨૩૮.૨૪ કરોડ વધી જતાં તેની માર્કેટ મૂડી ૩૨૫૮૭૨.૩૭ કરોડ થઇ છે. ટેકનોલોજીની મહાકાય કંપની ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૯૦૪.૯૬ કરોડનો વધારો થયો છે.