મુંબઈઃ ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીમાંથી એક ટાટા મોટર્સે હાલમાં તેનો નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી રિપોર્ટ રજૂ કર્યો છે, જે યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) પ્રત્યે પોતાની કટિબદ્ધતા આલેખિત કરે છે. ટાટા મોટર્સ સત્તર એસડીજીમાંથી પંદરને પહોંચી વળી છે અને જમશેદપુર ખાતે હાથ ધરાયેલી પોષણની પહેલો થકી તેની અમુક નવી સિદ્ધિ સાથે નોંધનીય પ્રગતિ દર્શાવી છે, જે માટે તેને ઈન્ડસ્ટ્રી ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે (ઝારખંડ સરકાર અને યુનિસેફ દ્વારા સંયુક્ત સ્થપાયેલા એવોર્ડસ).
કંપનીએ આધાર નામે તેના એફર્મેટિવ એકશન પ્રોગ્રામ થકી એસસી અને એસટી સમુદાયોને સહભાગી કરવા અને પ્રમોટ કરવા માટે સતર્ક પ્રયાસો કર્યા છે. તેના સીએસઆર પ્રયાસોમાંથી આશરે ૪૦ ટકા આધારની પહેલો માટે સમર્પિત છે. હાલમાં ટાટા મોટર્સના કાર્યબળના ભાગરૂપે ૬૦૦૦થી વધુ એસસી અને એસટી કર્મચારીઓ છે અને આશરે ૩૪ ટકા એપ્રેન્ટીસ અને તાલીમાર્થીઓ એસસી અને એસટી સમુદાયોના છે.
વીતેલા વર્ષની યાદ આપતાં ટાટા મોટર્સના એમડી અને સીઈઓ શ્રી ગુન્ટેર બુશ્ચેકે જણાવ્યું હતું કે ટાટા નામ આપણા બધા માટે પ્રેરણા છે, જે વિશાળ સમુદાય પ્રત્યે અમારી અસાધારણ કટિબદ્ધ દર્શાવે છે. ટાટા મોટર્સ વધુ માટે ઓછામાંથી વધુની ફિલોસોફી પર કામ કરે છે, જે મોટો પ્રભાવ હાંસલ કરવા માટે સંસાધનોના ન્યાયી ઉપયોગ દ્વારા ઉચ્ચ સ્તર હાંસલ કરવા પર ભાર આપવાનો દાખલો છે. કંપની એજ કોન્ટિનમ સીએસઆર પ્રોગ્રામ્સ થકી માનવ જીવનચક્ર અભિગમ અપનાવે છે, જે એકબીજા સાથે આડી રીતે લિંક્ડ છે. સીએસઆર ફક્ત સ્ટેટમેન્ટ નથી, પરંતુ અમારા ડીએનએનો આંતરિક ભાગ છે. આથી જ લોકો જ્યાં જીવે અને આ ફિલોસોફી ઊછરે છે ત્યાં સંસ્થાની આગેવાની કરવામાં મને ગૌરવની લાગણી થાય છે.
વર્ષ દરમિયાન કંપનીએ અમલબજાવણી કાર્યક્ષમતા બહેતર બનાવવા, અસલ સમયની કામગીરીનું પગેરું રાખવા માટે મોબાઈલ એપ્લિકેશન્સ કામે લગાવવા અને સ્થાનિક પડકારોને પહોંચવા માટે ઉત્તમ અનુકૂળ નવાં નિવારણો વિકસાવવા માટે વ્યક્તિગત વેપાર સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે ટેકનોલોજી ટૂલ્સનો લાભ લે છે. દેખીતી રીતે જ ગયા નાણાકીય વર્ષમાં ઘણું બધું સારું કામ કરવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે અમે નવી ઊંચાઈ સર કરતી રહીશું, વ્યૂહાત્મક ભાગીદારીઓનો લાભ લેતા રહીશું અને અમારા હિસ્સાધારકો સાથે સહભાગી થતા રહીશું.
નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કંપનીએ અલગ અલગ કેપીઆઈ થકી માપન કરેલી નક્કર સિદ્ધિઓ સાથે આરોગ્ય, શિક્ષ, રોજગારક્ષમતા અને પર્યાવરણ સંબંધી વિષયો પર તેની પહેલો પર ભાર આપ્યો છે. ટાટા મોટર્સે આ ઓળખાયેલા ભાર આપવાના ક્ષેત્રમાં ૬,૪૪,૦૦૦ લોકોના જીવનને સ્પર્શ કર્યો છે.
ટાટા મોટર્સ ખાતે સીએસઆરના ચાર પાયા પર રૂપરેખાઃ
હેલ્થ ઈનિશિયેટિલ આરોગ્યઃ તેનું લક્ષ્ય કુપોષણ દૂર કરવાનું, અંતરિયાળ સમુદાયોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું અને પ્રતિબંધાત્મક તથા રોગહર આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું છે, જેણે આરોગ્ય સેવાઓ માટે ૨૯૦૯ કુપોષિત બાળકો અને ૩,૧૩,૩૦૩ લોકોને આવરી લીધા છે.
શૈક્ષણિક પહેલ વિદ્યાધનમઃ તે માધ્યમિક અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કામગીરી સુધારવા, જરૂરતમંદ અને હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ્સ વિતરણ કરવામાં સહભાગી થવા પર એકાગ્રતા રાખે છે, જે માટે તેમને વિશેષ કોચિંગ ક્લાસીસનો લાભ આપે છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સ્પેશિયલ કોચિંગ સાથે ૨૮,૦૭૮ વિદ્યાર્થીઓને ટેકો આપ્યો હતો અને ૯૬૧૨ વિદ્યાર્થીઓન સ્કોલરશિપ મંજૂર કરી હતી. ટાટા મોટર્સ વિદ્યાર્થીઓ માટે ભણવાનું વાતાવરણ બહેતર બનાવવાનું ચાલુ રાખવા માટે શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે પહેલ હાથ ધરે છે.
રોજગારક્ષમતા પહેલ કૌશલ્યઃ તેનું લક્ષ્ય વાહન, બિન- વાહન, કૃષિ અને સંલગ્નિત વેપારોમાં લોકોને કુશળ બનાવીને બેરોજગારીના ઉચ્ચ પ્રમાણને ઓછું કરવાનું છે. આ પહેલ સ્ત્રીઓને પારંપરિક રીતે પુરુષોનું વર્ચસ ધરાવતા ઉદ્યોગોમાં રજૂ કરીને સશક્ત બનવામાં ટેકો આપે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં અનુક્રમે ૧૨,૦૩૧ અને ૩૪૮૪ લોકોને વાહન અને બિન- વાહન તાલીમ આપવામાં આવી હતી.
પર્યાવરણ પહેલ વસુંધરાઃ તે સ્કૂલના વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિને પ્રોત્સાહન આપે છે, વૃક્ષારોપણમાં પ્રોત્સાહન આપે છે અને નવીનીકરણક્ષમ ઊર્જા પ્રોડક્ટોનું વિતરણ કરે છે. પરિણામ- પર્યાવરણીય જાગૃતિ કાર્યક્રમને આવરી લેતા ૫૬,૧૬૧ લોકો સાથેનાં સ્થળોમાં ૧,૦૩,૭૪૬ નવાં છોડ વાવવામાં આવ્યાં હતાં.