ભારતમાં એએમટી વાહનોની વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા ટાટા મોટર્સ આગામી પ્રોડક્ટ ઇંટરવેશનની રૂપમાં હાઇપરડ્રાઇવ સેલ્ફ-શિફ્ટ ગિયર્સની સાથે નવી NEXON રજૂ કરવાની તૈયારીમાં છે. સ્પોર્ટી ડ્રાઇવ પરફોર્મંશ પર ખરી ઉતરનાર NEXON HyprDrive S-SG ભારતમાં પહેલી એએમટી છે, જેમાં ઓટોમેટિક ટ્રાંસમિષનમાં મલ્ટી-ડ્રાઇવ મોડ છે (૩ મોડ- ઇકો, સિટી અને સ્પોર્ટ) માત્ર ૧૧,૦૦૦ રૂપિયાની સાથે ભારતની તમામ અધિકૃત ડિલરશીપમાં કારની બુકિંગ શરૂ છે.
NEXON HyprDrive S-SGને રજૂ કરવાની સાથે ટાટા મોટર્સે પોતાની તમામ ૨ પેડલ ટ્રાંસમિશન કારોને હાઇપરડ્રાઇવની રૂપમાં બ્રાંડ કરી છે, જ્યારે કંપનીના એએમટી વેરિએંટ્સને બવે સેલ્ફ-શિફ્ટ ગિયર્સ કહેવામાં આવે છે. સેલ્ફ-શિફ્ટ ગિયર્સ વાળી NEXON HyprDrive કાર પેટ્રોલ તથા ડીઝલ બન્ને આવૃત્તિમાં ઉપલબ્ધ હશે.
શેલ્ફ-શિફ્ટ ગિયર્સમાં સમાવિષ્ટ શ્રેણીની ખૂબીયોઃ
મલ્ટી-ડ્રાઇવ મોડ્સ – ઓટોમેટિક મોડમાં મલ્ટી-ડ્રાઇવ મોડ (૩ ડ્રાઇવ મોડ ઇકો, સિટી અને સ્પોર્ટ)ની સાથે ભારતનું પહેલુ એએમટી.
નવો એક્સ્ટીરિયર કલર – સોનિક સિલ્વર ડ્યૂઅલ-ટોન રુફની સાથે રોમાંચક નવો એટના ઓરેંજ બોડી કલર.
ક્રોલ ફંક્શન – ધીમી ટ્રાઇપની સ્થિતિયોમાં એક્સિલેટર દબાયા વગર કારને આગળ વધારવાની સુવિધા.
સ્માર્ટ હિલ આસિસ્ટ – બંપર-ટૂ-બંપર ટ્રાફિકની સ્થિતિમાં ઠાળ ઉપરની તપ ડ્રાઇવ કરવામાં કારને પાછળ સરકવાને રોકવાની સુવિધા.
ઇંટેલિજેંટ ટ્રાંસમિશન કંટ્રોલર – એંટી-સ્ટોલ, કિક-ડાઉન તથા ફાસ્ટ-ઓફ જેવી ખૂબીયો.
મેન્યુઅલ ટ્રિપ-ટ્રોનિક ટ્રાંસમિશન – ક્લચ ફ્રી ડ્રાઇવ અનુભવ લેતા મેન્યુઅલ વિધિથી ગિયર બદલવાની સુવિધા વાળો મોડ.
પેટ્રોલ અને ડીઝલ આવૃત્તિમાં ઉપલબ્ધ – શક્તિશાળી ૧.૨એલ ટર્બોચાર્જ તથા ૧.૫એલ ટર્બોચાર્જ રેવટોર્કથી સંચાલિત.