વાઇબ્રન્ટ સમિટને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ : બધાની નજર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ :ગુજરાત વાઇબ્રન્ટ સમિટને લઇને તમામ તૈયારી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. ૧૮મી જાન્યુઆરીના દિવસે આની ભવ્ય શરૂઆત કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનનુ ઉદ્‌ઘાટન કરનાર છે. વડાપ્રધાન મોદીની સાથે ઉદ્‌ઘાટન વેળા મંચ પર દેશ અને વિદેશના ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. જે ટોપના ઉદ્યોગપતિઓ અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને દેશના સૌથી અમીર વ્યÂક્ત મુકેશ અંબાણી, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા પણ સામેલ છે.

આ વખતે આ યાદીમાં રિલાયન્સ અંબાણી ગ્રુપના સીએમડી અનિલ અંબાણીનુ નામ સામેલ કરવામાં આવ્યુ નથી. સામાન્ય રીતે તેઓ દરેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપવા માટે પહોંચ્યા છે. આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે.

મોદીની સાથે જે ઉદ્યોગપતિઓ હાડર રહેનાર છે તેમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ પણ હાજર રહેનાર છે. તમામ ઉદ્યોગપતિઓની હાજરીમાં ગુજરાતમાં અબજાના રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Share This Article