સુપ્રસિદ્ધ સંગીતકાર જોડી કલ્યાણજી આનંદજી ના આનંદજી વીરજી શાહ અમદાવાદના મહેમાન બન્યા હતા. તેમના જીવનના 90 વર્ષના સેલિબ્રેશન માટે અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે 25 મેગા મ્યુઝિક બેન્ડ સાથે તેમના ગીતોના સિગ્નેચર કલેક્શન વાળો મ્યુઝિકલ કોન્સર્ટ યોજાયો હતો. તેમને પોતાના ભાઈ સાથે મળીને કલ્યાણજી-આનંદજી તરીકે સંગીતની દુનિયામાં એક આગવી ઓળખ ઉભી કરી છે. આ બંને ભાઈઓએ સંગીતની દુનિયામાં ગુજરાતી તરીકે ખુબ નામ કમાવ્યુ છે અને ગૌરવ પ્રાપ્ત કર્યું છે અને દેશ અને દુનિયામાં સંગીતના ચાહકો માં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કલ્યાણજી-આનંદજી એ 250 કરતા પણ વધારે મુવીમાં સંગીત આપ્યું છે અને ઘણા ખ્યાતનામ એવોર્ડ પણ મેળવ્યા છે. તેઓ અમદાવાદમાં સંગીત ચાહકો માટે તેમના જીવનના 90 વર્ષની સંગીતમય ઉજવણી કરવા એક ખાસ પ્રકારનો મ્યુઝિકલ પ્રોગ્રામ લઈને આવ્યા હતા. સંગીતપ્રેમીઓને…
Sign in to your account