Tag: Mehsana

મહેસાણામાં વાસી ઉત્તરાયણે ૫ શખસે વૃદ્ધને ઘેરીને લોખંડની પાઇપો મારી પતાવી દીધો

મહેસાણામાં વાસી ઉત્તરાયણના દિવસે વૃદ્ધની જાહેરમાં હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પતંગના પેચ લડાવવા બાબતે સોસાયટીનાં જ બે ...

કેન્દ્રીય ગૃહમત્રીએ કહ્યું ,“કોંગ્રેસની સરકારે મહેસાણાના ખેડૂતોને એટલો માર માર્યો કે, ચપ્પલથી આખી ટ્રક ભરાઈ જાય”

રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, બીજા તબક્કાના મતદાન માટે હાલ પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ત્યારે ...

30 થી 45 વર્ષના લોકોમાં હૃદયની બીમારી નું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવે છે

'વિશ્વ હૃદય દિવસ 2022' નિમિત્તે ગેલેક્સી હોસ્પિટલ, મહેસાણા ના તબીબો દ્વારા હૃદય રોગના કેસો માં થતા વધારા અને તેની તરફ દોરી રહેલા ટોચના જોખમી પરિબળો અંગે જાગૃતિ લાવવાનો કરાયો પ્રયત્ન :          મહેસાણા તેમજ ઉત્તર ગુજરાત માં છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટએટેકના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક ફેરફારો ડોકટરો દ્વારા નોંધવામાં આવ્યા છે  જેમાં નાની ઉંમરમાં હાર્ટ એટેક અને તેને સંબંધિત બીમારીઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. મહેસાણા ખાતેની ગેલેક્સી હોસ્પિટલના ડાયરેક્ટર અને સિનિયર ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. કમલેશ ઠક્કરે 'વર્લ્ડ હાર્ટ ડે 2022' નિમિત્તે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 29 મી સપ્ટેમ્બરને દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે જેનો મુખ્ય હેતુ હૃદય રોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.      તેઓએ છેલ્લા બે વર્ષમાં જે અંદાજિત 5,000 જેટલા હાર્ટ એટેકના કેસોનો અભ્યાસ કર્યો છે એમાં ઘણી ચિંતાજનક બાબત એ છે કે તેમાંથી 25-40% જેટલા દર્દીઓ તો કોઈ વારસાગત  હ્દયરોગ થવાના પરિબળો ધરાવતા ન હતા અને એમાંના ઘણા બધા દર્દીઓ યુવાન વયના પણ હતા( 45 વષઁ કરતાં નાની ઉંમર). હૃદય રોગના યુવાન દર્દીઓમાંથી 30 % જેટલા હાર્ટ એટેકના દર્દીઓ ઉચ્ચ તણાવ વાળી નોકરીઓ કે કામધંધા સાથે સંકળાયેલા હતા જેમાંથી ખુદ ડોકટરો પણ બાકાત રહ્યા નથી. આ સિવાય શહેરી વિસ્તારોમાં જોવા  મળતો વધારે પડતો માનસિક તણાવ( દોડધામ ભરેલ જીવન) તથા મોટી  સંખ્યામાં યુવાનો દ્વારા કરવામાં આવતા  ધૂમ્રપાન, તમાકુ અને મદ્યપાનનું સેવન પણ હૃદય રોગની સમસ્યામાં નોંધપાત્ર વધારો કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાયપરટેન્શન, જાડાપણું તથા બેઠાડું જીવન જેવા પરિબળો તો પહેલેથી જ હૃદયરોગ  જલદી લાવનાર કારણો તરીકે ખ્યાતનામ છે ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે પણ હૃદય સંબંધિત સમસ્યાઓમાં ઘણો વધારો થયેલ છે જેમાં હવાનું પ્રદૂષણ, ખોરાકમાં થતી ભેળસેળ, જંકફુડનુ વધતું જતું પ્રમાણ, સાથે સાથે દોડધામ વાળું જીવન તેમજ દરેકના મનમાં શાંતિનો અભાવ જેવા પરિબળો પણ યુવા ભારતીયોમાં હૃદય રોગનું પ્રમાણ બીજા દેશો કરતા 15 થી 18% જેટલું  વધારે છે. યુવાન ભારતીયોમાં હાર્ટ એટેક પશ્ચિમી દેશો કરતા ત્રણથી ચાર ગણા વધારે પ્રમાણમાં થાય છે. વિકસિત થઈ રહેલા દેશોમાં જેવા કે ભારતમાં ઘણા બઘા યુવાનો આક્રમક રીતે ઉચ્ચ કાર્યક્ષેત્રોને અનુસરીને ( મોટા મોટા લક્ષ્યાંકો રાખીને) શારીરિક તેમજ માનસીક તણાવ વિકસાવીને, વિષમ કલાકોમાં કામ કરીને અને બિન આરોગ્યપ્રદ આહાર ની આદતોને અનુસરીને હૃદય રોગની સમસ્યાઓને ઝડપથી આમંત્રણ આપે છે. હાર્ટ એટેકનો ભોગ બનેલા 45 વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગના લોકો ધૂમ્રપાન પણ કરતા હોય છે તથા ઘણા વ્યવસાયો પણ એવા હોય છે કે  જે યુવાનોને હવાના પ્રદૂષણના સંપર્કમાં લાવે છે અને તે પ્રદૂષણ દિવસમાં પાંચથી દસ સિગરેટ પીવા જેટલુ હાનિકારક હોય છે.  મોટા ભાગના હૃદય રોગના દર્દીઓને હાયપરટેન્શન( હાઈ બીપી)  અને ડાયાબિટીસ જેવી બીમારીઓ પણ હોય છે. અને આપણો દેશ જેમ દુનિયાભરમાં સૌથી વધુ યુવાધન માટે પ્રખ્યાત છે તેમ દુનિયા ભરમાં સૌથી વધારે હાઇ બીપી તેમજ ડાયાબિટીસ ના દર્દીઓ પણ આપણા ત્યાં જ વધારે છે તેથી જ ભારતના યુવાનોમાં પશ્ચિમ દેશોની સરખામણીમાં ઓછામાં ઓછી 10 વર્ષ વહેલી ઉંમરમાં હાર્ટ અટેક આવે છે. જેમાં હૃદયની એક કરતાં વધારે નળીયોમાં એક કરતાં ઘણા વધારે બ્લોકેજ જોવા મળે છે. જેને Diffuse disease (વધુ ફેલાયેલ રોગ) કહેવામાં આવે છે.

મહેસાણાના ખેડુતોએ અખાત્રીજના પર્વએ ધરતી માતાની પૂજા કરી

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે ખેડૂતો હળોતરા કરે છે. આ દિવસ એટલે શુભ કામ કરવાનું વણમાગ્યું કે જાેયુ શુભમુર્હૂત ગણાય છે. જ્યારે ...

૧ વર્ષમાં મહેસાણામાં કૂતરા કરડવાના ૧૦ હજાર કેસો નોંધાયા

મહેસાણા : મહેસાણા સિવિલ હોસ્પિટલમાં માર્ચ ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં કૂતરા કરડવાના કુલ ૧૦ હજાર ૩૬૧ કેસ નોંધાયા છે. એ ...

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજ્યમાં 31 જીડીપી સેન્ટર્સનું લોકાર્પણ

ડાયાલિસિસનું ગુજરાત મોડલ દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડનગર: આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલે ઉત્તર ...

ત્રિવેણી સંગમમાં વાજપેયીની અસ્થિઓનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કરાયેલું વિધિવત વિસર્જન

અમદાવાદ: ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની અસ્થી કળશ યાત્રા આજે યોજવામાં આવી હતી. અસ્થિ કળશ યાત્રામાં રાજ્યના ...

Page 2 of 3 1 2 3

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.