Tag: DrugFree

“શિલ્પઆરંભ – ગિફ્ટસિટી રન ૨૦૨૪ – સીઝન૨” ની જાહેરાત કરવામાં આવી

અમદાવાદ :  શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન 18મી ફેબ્રુઆરી 2024ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ - ગિફ્ટ સિટી રન સીઝન ૨ - જે ડ્રગ્સ-ફ્રી ફ્યુચર તરફની દોડની બીજી આવૃત્તિ છે એમનો  જાહેરાત કરતાં રોમાંચિત છે. 2023 માં શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન સીઝન પ્રથમ ની જોરદાર સફળતા પછી,  શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશન આ વર્ષે ને વધુ સારી બનાવવા માટે તૈયાર છીએ. આ દોડ એ આપણા અમૂલ્ય યુવાનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને, માદક દ્રવ્યોના વ્યસન અને  દુરૂપયોગને નાબૂદ કરવાના ઉમદા હેતુ માટે જાગૃતિ ફેલાવવા અને નશામુક્તિ ને સમર્થન આપવાનું એક  નિર્ણાયક પગલું છે. સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રની સાચી સંપત્તિ તરીકે આપણા યુવાનોની મુખ્ય ભૂમિકા પર ભાર મૂકે છે. આ બાબત ને ધ્યાનમાં રાખી , એક તરફ એ મહત્વનું છે કે આપણે આપણા દેશના યુવાનોના સર્વાંગી વિકાસમાં રોકાણ કરીએ અને બીજી બાજુ એ જરૂરી છે કે આપણે તેમને માદક દ્રવ્યોના વ્યસન અને દુરુપયોગની મુશ્કેલીઓથી સુરક્ષિત રાખીએ. આ જ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ Viksit Bharat@2047: Voice of Youth અભિયાન લોન્ચ કર્યું છે અને તેઓ માને છે કે આપણા યુવાનો પરિવર્તન માટેના એજન્ટ અને  લાભાર્થી બંને છે. ભારતમાં અત્યાર સુધીની સૌથી વધુ યુવા વસ્તી છે અને જેમ મોદીજીએ કહ્યું હતું - યહી સમય હૈ, સહી સમય હૈ! એટલે અમારા આ રન દ્વારા સંદેશ ફેલાવવાનો આ સૌથી યોગ્ય સમય છે. શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે ,"આપણા આદરણીય અને માનનીય વડા પ્રધાનના  નેતૃત્વ હેઠળ અને એમના દ્વારા પ્રચારિત નશા મુક્ત ભારત  અને ફિટ ઈન્ડિયા અભિયાનને  અનુરૂપ, શિલ્પ અને સ્નેહશિલ્પ ફાઉન્ડેશને આ દોડનું આયોજન કરવાની પહેલ કરી છે. ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (PEFI), જેવા દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમતના વિકાસ અને જાગરૂકતા માટે સમર્પિત સંસ્થાનું સમર્થન મેળવવા બદલ અમને ગર્વ છે. અમને એ જાહેરાત કરતાં  પણ આનંદ થાય છે કે શ્રીમતી મેરી કોમ - ઓલિમ્પિક મેડલિસ્ટ,2012 લંડન ઓલિમ્પિક્સ અને 6 વખત AIBA મહિલા વિશ્વ ચેમ્પિયન તેમજ ભારતીય મહિલા બોક્સિંગ સર્કિટનું ગૌરવ અમારી બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પોતાની પ્રેરક હાજરીથી દોડવીરોને પ્રેરણા આપશે.' પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પ્રો. ડૉ. અર્જુનસિંહ રાણા, વાઈસ ચાન્સેલર, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને પ્રમુખ પેફીગુજરાત, ડૉ. આકાશ ગોહિલ,GTU સ્પોર્ટ્સ ઑફિસર, શ્રી આર. એમ. ચૌધરી:, જિલ્લા શિક્ષણ અધિકારી, અમદાવાદ શહેર અને શ્રી સુરપ્રીત સિંહ ખાલસા (સુરી) પાજી), રેસ ડિરેક્ટરે શેર કર્યું,“અમે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી સીઝન 2 રન સાથે  જોડાઈને ખુશ છીએ કારણ કે આ સૌથી મોટી ઈન્ટરનેશનલ રન બનવા જઈ રહી છે, જેમાં ઈન્ટરનેશનલ તેમજ ડોમેસ્ટિક  રનર્સ ભાગ લેશે.  અમને ખાતરી છે કે આ રનમાં રનર્સની સંખ્યા 20 હજારને પાર થઈ જશે !! ગિફ્ટ સિટી ખાતેનું  હરિયાળું વાતાવરણ, સ્વચ્છ હવા અને રન માટેનું એક સંરચિત અને સુઆયોજિત રૂટ એ અમારા તમામ દોડવીરો માટે સૌથી મોટું  આકર્ષણ છે. ભાગ લેનાર દોડવીરોને AIMS પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવશે." અમને આશા છે કે અમારો આ ઉમદા પ્રયાસ વધુમાં વધુ યુવાનો સુધી પહોંચી શકે અને  આપણા રાષ્ટ્ર માટે એક  તંદુરસ્ત અને ડ્રગ-મુક્ત ભવિષ્યનો સંદેશ અમે તેમના દ્વારા ફેલાવી શકીએ.

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.