ગાંધીનગર જીલ્લાના ઠાકોર સમાજના આગેવાનો અને મોભીઓ ધ્વરા સમાજનો સમૂહ લગ્નોત્સવ વૈશાખ સુદ અખાત્રીજના રોજ તા. ૦૩.૦૫.૨૦૨૨ના રોજ ઉનાવા ઠાકોરતરયોજ વાસ ખાતે યોજાશે જેમાં 30 ગરીબ અને અનાથ નવદંપત્તિઓએ સમાજના રિત રિવાજો મુજબ પ્રભુતામાં પગલાં માંડશે . સમાજની વિભાવનાને ઉજાગર કરવા દરેક સમાજના આગેવાનો, શ્રેષ્ઠીઓ અને દાતાઓ દ્વારા સમૂહલગ્નનાં આયોજન કરી સમાજના જરૂરિયાતમંદ પરિવારને એક તાંતણે બાંધવાનું પ્રસંસનિય કાયૅ કરી રહ્યા છે. ત્યારે મંગળવારના રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર ઠાકોર સેના અને ગાંધીનગર તાલુકા ધ્વરા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાશે . આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ગોસ્વામી મહંતશ્રી ધનગિરી બાપુ - દેવરાજધામ , પરમ પૂજ્ય ભક્ત શ્રી શંકરભાઇ કરશનભાઈ રબારી , પરમ પૂજ્ય સાધ્વી ગીતાદેવજી વાત્સલ્ય નવદંપત્તિઓને રૂડા આશીર્વાદ આપશે આ ઉપરાંત માનનીય કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણ, ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર , ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ અને પૂર્વ અન્ન અને પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયા વગેરે જેવા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહશે. સમૂહ લગ્નોત્સવમાં અભિવૃદ્ધિ કરવા માટે ભીખુદાન ગઢવી ,હર્ષદ ઠાકોર ,વિજય દેલવાડ , ધવલ બારોટ તથા મમતા સોની જેવા કલાકારો ઉપસ્થિત રહશે.
ડેરા સચ્ચા સૌદાનો આધ્યાત્મિક સ્થાપના દિવસ રવિવારે ગાંધી નગરમાં ગુજરાતના તમામ ડેરા ભક્તો દ્વારા આદર અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો…
રોયલ એન્ફિલ્ડ ક્લાસિક 350 પર 5280 કિલોમીટરની મુસાફરી કરવાના તેમના નોંધપાત્ર પ્રયાસમાં BSF સીમા ભવાની ટીમે આજે ગાંધીનગરને પાર કર્યું…
Sign in to your account