Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital
The girl was kidnapped and raped after luring her to work in the film

Tag: અમદાવાદ

૩ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય-૨૦૨૩નું એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ અમદાવાદ ખાતે આયોજન

એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિરીંગ ના “રોબોકોન ક્લબ- એલડીસીઈ” એ તેના ત્રણ દિવસીય ટેકનીકલ ફેસ્ટિવલ “લક્ષ્ય ૨૦૨૩” ની વિગતો જાહેર કરેલ છે, જેમાં કેટલાક વર્કશોપ્સ, ટેકનીકલ ઈવેન્ટ્સ, નોન ટેકનીકલ ઈવેન્ટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ અને ફન ઈવેન્ટ્સ વગેરે અનેક કાર્યક્રમોનું આયોજન થવાનું છે. ૨૭ એપ્રિલે, લક્ષ્ય ઇવેન્ટ નો “એક્વિઝન” થીમ આધારિત પ્રારંભ થશે. આ ઈવેન્ટ ના પ્રારંભે, માનવ અને વિવિધ રોબોટ વચ્ચેના સંબંધ ની અમર્યાદ સંભાવનાઓ તથા માનવ શ્રમ પર થનાર સંભવિત અસરો વિશે ચર્ચા કરવા માં આવશે તથા સ્પર્ધાઓ યોજવામાં આવશે. ઇવેન્ટના પ્રારંભે, શ્રી શિવમ બારૈયા (ડેપ્યુટી કલેક્ટરશ્રી), શ્રી રુચિર કક્કડ (સી.ઈ.ઓ. WEBOCCULT, રોબોટીક્સ તથા આર્ટીફિશીયલ ઇંટેલિજન્સ ના નિષ્ણાત) તથા શ્રી હિમાંશુ ધાંડેકર (સહ સ્થાપક - PITCHVILLA.COM, સ્ટાર્ટ અપ સહાયક તથા એંજલ ઇંવેસ્ટર) ડૉ. આર. કે. ગજ્જર ૧૯૪૮થી દેશમાં એન્જિનિયરીંગ માટેની શરૂ થયેલી સંસ્થાઓમાંની એક એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગ એક અગ્રણી સંસ્થા છે. અમારા અનેક પૂર્વ વિદ્યાર્થીઓ દુનિયાભરમાં પ્રતિષ્ઠિત કંપનીઓમાં ટોચના સ્થાને કાર્યરત છે. ૨૦૧૪ માં “લક્ષ્ય” ની શરૂઆત વિદ્યાર્થી સમુદાયને તેમની ટેકનીકલ ક્ષમતાઓ વિકસાવવા માટે કરવામાં આવી. લક્ષ્ય વિવિધ પૃષ્ઠભૂમિ અને વિવિધ કોલેજીસના તમામ ભાવિ એન્જિયનિર્સને વર્કશોપ્સ, ટેકનીકલ, નોન-ટેકનીકલ, લિટરરી તથા ફન ઈવેન્ટ્સમાં સામેલ થવા માટે તક આપે છે. “લક્ષ્ય” એક થીમ આધારિત ઈવેન્ટ છે અને દર વર્ષે આ ઈવેન્ટ અનોખી થીમ સાથે આવે છે. આ વર્ષની થીમ “એક્વિઝન" છે અને તેના અનુસંધાને તા:૨૭ અપ્રિલ, ૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ વાગે કાર્યક્રમના ઉદ્ઘાટ્ન સમયે કોલેજના પરિસરમાં શ્રી શિવમ બારૈયા, શ્રી રુચિર કક્કડ, શ્રી હિમાંશુ ધાંડેકર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. “લક્ષ્ય ૨૦૨૩”માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપું છું અને મને આશા છે કે તેઓ તેના વાસ્તવિક હેતુને પરિપૂર્ણ કરશે. ડૉ.મેજર ચૈતન્ય સંઘવી વિભાગના વડા એપ્લાઇડ મિકેનિક્સ, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ] આ વર્ષે, એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે તથા તેઓ સંસ્થા નું નામ ઉજ્વળ રાખવા માટે ઘણું યોગદાન આપી રહ્યાં છે. આ વર્ષે અમે સંસ્થા ના ૭૫ વર્ષ ની પુર્ણાહુતી નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. હું ટીમ લક્ષ્ય ૨૦૨૩ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું. પ્રોફેસર મિતુલ મકવાણા “લક્ષ્ય" ઇવેન્ટ એ રોબોકોન ક્લબ એલડીસીઇ દ્વારા આયોજાયેલી એક અનોખી પહેલ છે. "લક્ષ્ય ૨૦૨૩” તમામ કોલેજોનાં વિદ્યાર્થીઓને વિવિધ ટેકનીકલ ઈવેન્ટ્સ, વર્કશોપ્સમાં સામેલ થવા માટે પ્લેટફોર્મ આપે છે જેનાથી તેમને ટેકનીકલ જ્ઞાન વિક્સીત કરવાની તથા તેને પ્રેક્ટીકલ જ્ઞાન મા પરિવર્તિત કરવાની અને કો-કરિક્યુલર એક્ટિવિટીઝ જેમકે રમતગમત, સાહિત્ય, પર્ફોર્મિંગ આર્ટ્સ વગેરેમાં ભાગ લેવાની તક મળે છે. લક્ષ્ય એક એવો વિચાર છે કે જે ૨૦૧૪ માં વિદ્યાર્થીઓ લાવ્યા હતા અને દર વર્ષે અનોખા થીમ કાર્યક્રમનું આયોજન કરાય છે. ૨૦૧૪માં થીમ ડિફેન્સ એક્સ્પો’ હતું અને તેમાં તમામ શહીદોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ૨૦૧૫ માં, એચ. આર. સમિટ' નું આયોજન થયું હતું અને આ સમિટમાં અનેક કંપનીઓનાં એચઆર સામેલ રહ્યા હતા અને તેમણે ઈન્ટર્નશીપ્સ અને પ્લેસમેન્ટસ મેળવવામાં એમઓયુ માટે મદદ કરી હતી. ૨૦૧૬માં, એજ્યુકેશન કોન્સ્લેવ ‘સંવાદ-એજ્યુકેશન કોન્ફ્લેવ' નું આયોજન કરી દેશની શિક્ષણ પદ્ધતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી. સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફોરમની સ્થાપના નોલેજ એક્સચેન્જ માટે કરાઈ હતી. ૨૦૧૭માં થીમ પરિવર્તન – ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા' હતું જેમાં ડિજિટલ ઈન્ડિયા અને સ્કીલ્ડ - ઈન્ડિયા પર લક્ષ્ય હતું. ૨૦૧૮ માં ‘ખ્વાબ-ટુવર્ડ્સ અ ન્યુ એરા' થીમ હતી જેમાં ટેલીકમ્યુનિકેશન, એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેનુ ભાવિ દ્રષ્ટિગોચર થાય તે જોવાયુ હતુ. ૨૦૧૯માં થીમ “નૂર એ સ્વદેશ” હતી જેમાં દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ દેશમાં પ્રવર્તમાન વિવિધ સેક્ટર્સ જેમકે ટેકનોલોજી, મેડિકલ, પર્યાવરણ, સાહિત્ય અને કલ્ચર, સ્પોર્ટ્સ, ડિફેન્સ અને બિઝનેસ ક્ષેત્રની સંભાવનાઓ રજુ કરી હતી તથા કૌશલ્ય (સ્કિલ) માં વૃધ્ધિ થાય તેવા કાર્યક્રમોનું આયોજન કરવામં આવ્યુ હતુ. લક્ષ્ય- ૨૦૨૦, "સામર્થ્ય" થીમ સાથે જીવનધોરણને સુધારવામાં એન્જિનિયરોના યોગદાનન ને પ્રકાશિત કરેલ. લક્ષ્ય- ૨૦૨૧, "PERCEPTION" થીમ સાથે અનોખી રીતે ઓનલાઇન આયોજિત કરાયલ હતો, જે એક અનોખી પેહેલ હતી. લક્ષ્ય-૨૦૨૨ “અનાગત”થીમ આધારિત આધારીત હતી . આ ઈવેન્ટ અંતર્ગત ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, વર્ચ્યુઅલરિયાલિટી, ઓમેંટેડ રિયાલિટી વગેરે ટેકનોલોજીને સમર્પિત હતી. આ વર્ષે પણ લક્ષ્ય તેની થીમ “એક્વિઝન

ટોર્ક વાલ્વ અમદાવાદમાં નવું સેન્ટ્રલાઇઝ્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ શરૂ કરશે

અમદાવાદ સ્થિત ટોર્ક વાલ્વ જે પ્રીમિયમ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વાલ્વ ઉત્પાદક છે. કંપનીએ દેશના ટોચના 10 કંટ્રોલ વાલ્વ ઉત્પાદકોમાં સ્થાન મેળવ્યું ...

12 અને 13મી એપ્રિલના રોજ અમદાવાદમાં બે દિવસીય SUTRAA ફેશન એક્ઝિબિશન

ઇન્ડિયન અને વેસ્ટર્ન વસ્ત્રો, જ્વેલરી, ફૂટવેર, એસેસરીઝ અને ઘણું બધું પ્રેરિત ડિઝાઇનર્સની સૌથી આકર્ષક કેટેગરીની ખરીદી કરવા માટે દ ગ્રાન્ડ ભગવતી હોટેલ અમદાવાદ ખાતે સમર સ્પેશ્યલ એક્ઝિબિશન સાથે SUTRAA ફરી આવ્યું છે. અમે ફક્ત તમારા માટે જ ડિઝાઇનર્સ, પ્રેરિત સાડીઓ, સલવાર સૂટ, લહેંગા અને ફ્યુઝન વસ્ત્રોનો સમૂહ એકત્રિત કર્યો છે. તમારે ફક્ત મૂડ અને પ્રસંગ અનુસાર તમારા પ્રખ્યાત પોશાકને પસંદ કરવાનો છે અને તમે આ લગ્ન સીઝનને માણવા માટે તૈયાર છો. વિચારવાનું બંધ કરો અને તમારા શહેર અમદાવાદમાં 12 અને 13મી એપ્રિલ દ ગ્રાન્ડ ભગવતી ખાતે 2 દિવસીય SUTRAA એક્ઝિબિશન સાથે સંપૂર્ણ ભારતીય ડિઝાઇનર્સના કપડાં અને એસેસરીઝની ખરીદી કરો જે સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું છે. SUTRAA  વિશ્વભરના સૌથી અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી ભવ્ય ડિઝાઇન્સ અને ટ્રેન્ડી ઉત્પાદનો લાવીને પ્રદર્શનની દુનિયાને જીવનની ભાવનામાં પરિવર્તિત કરવાના તેમના સ્વપ્નને અનુસરી રહ્યા હતા. ઘરેણાં અને અન્ય તમામ જરૂરી વસ્તુઓ ભારતીય સંસ્કૃતિના તબક્કામાં તમારા લગ્નના પોશાકને શ્રેષ્ઠ બનાવે છે. આજની મહિલાઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇનરો દ્વારા અતિ આધુનિક ભાવનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમે અમને સુંદરતા માટે પ્રેમ કરતા હતા હવે અમને ફેશન માટે પ્રેમ કરો. ઇવેન્ટના આયોજક શ્રી ઉમેશ મધ્યાને જણાવ્યું હતું કે, "આ બે દિવસીય સૂત્રા એક્ઝિબિશનમાં તાજગીપૂર્ણ રીતે દેશભરના નવીન ડિઝાઇનર્સના દ્વારા પહેલા ક્યારેય ન જોયેલા સમર ડિઝાઇન ટ્રેન્ડસ જોવા માટે તૈયાર રહો. અમારા આધુનિક, વૈશ્વિક વિચારો, અમે કાલાતીત ફેશન રજૂ કરીએ છીએ, જે ફક્ત SUTRAA  એક્ઝિબિશનોમાં ભારતીય વસ્ત્રોના પૂર્વજ્ઞાન લક્ઝરી અને સમકાલીન અર્થઘટનમાં સમાયેલ છે, જે લખનૌ, નાગપુર, રાંચી જેવા ભાવિ મોટા શહેરોને પૂરા પાડે છે, જે તમામ મોટા શહેરોમાં ફેશનને પ્રોત્સાહન આપે છે.  હૈદરાબાદ, ઈન્દોર, રાયપુર, ગુવાહાટી, પટના, ભુવનેશ્વર, બેંગ્લોર, કાનપુર, અમદાવાદ, સુરત, વગેરે અને સમગ્ર ભારતમાં 400થી વધુ શોમાં સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. દ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ ખાતેનું SUTRAA તમને આકર્ષક જ્વેલરી, બાળકોના વસ્ત્રો, સાડીઓ, લહેંગા, અસલી જ્વેલરી અને દેશની અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સાથે શ્રેષ્ઠ જ્વેલરી હાઉસમાંથી એમ્બેલિશ્ડ ડિઝાઇનના સંગ્રહ સાથે તમને આકર્ષિત કરવા તૈયાર છે.” તમારી જાત સાથે અને તમારો દેખાવ તમારા આત્મવિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તમારી અંદરથી જે પણ આવે છે તેનાથી તમે તમારા કેનવાસ પર પેઇન્ટ કરવા તૈયાર છો. અવગુણ રહિત ફેશન અને લાઇફસ્ટાઇલનો એક ભાગ, આ સંગ્રહ બારમાસી વારસાને વાઇબ્રન્ટ સ્પિન લાવે છે અને તહેવારોની સિઝન માટે એક યોગ્ય પસંદગી છે. તમને સુંદર લાગે તે માટે પ્રેમથી ડિઝાઇન અને બનાવવામાં આવેલ સુંદર જોડાણોની કૃતિ. વિશ્વભરના અત્યાધુનિક ડિઝાઇનરો પાસેથી એક જ જગ્યાએ તમારા માટે સૌથી યોગ્ય દરેક વસ્તુ શોધો. આ તહેવારોની મોસમ SUTRAA એક્ઝિબિશન સાથે તમારામાં રહેલી દિવ્યતાને બહાર લાવે છે. એક્ઝિબિશનમાં જ તેમના શ્રેષ્ઠ કલેક્શનને ડ્રોપ ઇન કરો અને એક્સપ્લોર કરો. તેથી તમારું કાઉન્ટડાઉન આખરે પૂરું થયું. તેમને રોકો અને તમારા પોશાક અને ફેશન પર ધ્યાન આપો.

પીડબ્લ્યુ (ફિઝિક્સ વાલા)એ અમદાવાદમાં વિદ્યાપીઠ શરૂ કરી

પીડબ્લ્યુ(ફિઝિક્સ વાલા), ભારતનું સૌથી સસ્તું અને પસંદગીનું એડટેક પ્લેટફોર્મ આજે અમદાવાદમાં તેનું વિદ્યાપીઠ કેન્દ્ર શરૂ કરે છે. અમદાવાદ પહેલા, સંસ્થાએ ...

અમદાવાદમાં પત્નીને બહાર મોકલીને પતિએ ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું, કારણ છે ચોંકાવનારું!!

પત્નીને નેપાળ ફરવા મોકલી અને દીકરાને દર્શન કરવા મોકલીને પતિએ ઘરમાં ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હોવાનો કિસ્સો ઘાટલોડીયામાં સામે ...

અમદાવાદમાં જુનિયર ક્લાર્કના લીક પેપર ખરીદનાર મહિલા આરોપીઓ સહિત ૩૦ની ધરપકડ કરાઈ

જુનિયર ક્લાર્ક પેપર કાંડમાં વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ કેસમાં ૧૫ જેટલા આરોપીઓ ઝડપાયા હતા, જેમાં તેલંગાણાથી ...

મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેન દરિયાની નીચેથી દોડશે, બનશે ૨૧ કિલોમીટર લાંબી ટનલ?…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલવે સમયાંતરે આ પ્રોજેક્ટ વિશે અપડેટ્‌સ આપતી રહે છે, જેથી કરીને અંદાજ ...

Page 12 of 39 1 11 12 13 39

Categories

Categories