સિમ્બાલીઅન સાયક્લિંગ કોમ્યુનિટી દ્વારા ૨૧ કિમી સાયક્લેથોન અને ૫ કિમી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

‘આપણું અમદાવાદ ફીટ અમદાવાદ’ કેમ્પેઇન અંતર્ગત શનિવાર, ૨૩મી નવેમ્બરના રોજ સિમ્બાલીઅન સાયક્લિંગ કોમ્યુનિટી દ્વારા

ડિકેથલોન શોપ, સીજી રોડથી સવારે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરીને ખાસ ૨૧ કિમી સાયક્લેથોન અને ૫ કિમી વોકેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક રજીસ્ટ્રેશન દ્વારા ૩૦૦થી વધુ સભ્યો સાયક્લિંગ માટે અને ૭૦૦થી વધુ સભ્યો રનિંગ માટે જોડાયા હતાં. સાયક્લેથોન અને વોકેથોનની શરૂઆત આજે સવારે ૬:૦૦ વાગ્યે રાષ્ટ્રગાન ગાઇને પછી ફ્લેગઓફથી કરવામાં આવી હતી.

આ વિશે સિમ્બાલીઅન સાયકલિંગ કોમ્યુનિટીના ફાઉન્ડર શ્રી જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, અમે આપણું અમદાવાદ ફીટ અમદાવાદ અને બોડી એન્ડ બાયસિકલ ફોર ફીટ ઇન્ડિયા વિચારણા અંતર્ગત આ સાયક્લેથોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું. લોકો ફીટ રહે અને તેમની તંદુરસ્તી પણ જળવાઇ રહે તે હેતુથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હું પોતે છેલ્લાં ૧૭ વર્ષથી સાયક્લિંગ કરું છું કે જેથી સ્વાસ્થય જળવાઇ રહે. આ અગાઉ અમે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે પણ સાયક્લેથોન અને વોકેથોનનું આયોજન કર્યું હતું.

૨૧ કિલોમીટરની સાયક્લેથોન અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડિકેથલોન શોપથી શરુ થઇને પરિમલ ગાર્ડન, મહાલક્ષ્મી ક્રોસ રોડ, દિવાન બલ્લુભાઇ સ્કુલ, એનઆઇડી રોડ, પાલડી રિવરફ્રન્ટ રોડ (વાયા એલિસબ્રિજ, નેહરુબ્રિજ, ગાંધીબ્રિજ), દધીચી રુષિ બ્રિજ થઇને રિવરફ્રન્ટ રોડ ચંદ્રનગર બ્રિજ, નારાયણનગર સોસાયટી, કલગી ક્રોસ રોડથી લો ગાર્ડન થઇને ડિકેથલોન શોપ ખાતે પરત ફરી હતી. જેમાં ૩૦૦-૪૦૦ લોકો જોડાયા હતાં.

૫ કિલોમીટરની વોકેથોન અમદાવાદના પંચવટી સર્કલ પાસે આવેલ ડિકેથલોન શોપથી પરિમલ ગાર્ડન, મહાલક્ષ્મી ક્રોસ રોડ, પાલડી ક્રોસ રોડ, કલગી ક્રોસ રોડ, લો ગાર્ડન, સમર્થેશ્વર મહાદેવ મંદિરથી જેડબ્લ્યૂ ક્રોસ રોડ થઇને ડિકેથલોન શોપ ખાતે પરત ફરી હતી. જેમાં ૭૦૦-૮૦૦ લોકો જોડાયાં હતાં.

Share This Article