રાજ્યભરમાં સ્વાઈન ફ્લુથી હજુ સુધી ૧૦ લોકોના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: સ્વાઈન ફ્લુનો આતંક યથાવતરીતે જારી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં ૧૭ દિવસના ગાળામાં જ ૭૩ કેસો સપાટી ઉપર આવ્યા છે. સ્વાઈન ફ્લુના કારણે ૧૦ લોકોના મોતના અહેવાલને પણ સમર્થન મળી ચુક્યું છે. બીજી બાજુ સ્વાઈન ફ્લુના અમદાવાદમાં પણ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ સ્વાઈન ફ્લુના કેસો સપાટી ઉપર આવ્યા છે. પ્રાયમરી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોને પણ જરૂરી સલાહ આપવામાં આવી છે.

આરોગ્ય સત્તાવાળાઓના કહેવા મુજબ ૨૦૧૮માં ભારતમાં હજુ સુધી સ્વાઈન ફ્લુથી ૨૩૭ લોકોના મોત થયા છે અને ૨૨૮૭ જેટલા દર્દીઓ નોંધાયા છે. ગુજરાતમાં નવ લોકોના મોત થયા છે અને ૧૩૭ દર્દીઓ નોંધાયા છે. ઓછી સુવિધા ધરાવનાર કેન્દ્રોમાં દર્દીઓને ખસેડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં અરવલી અને મહિસાગર જિલ્લામાંથી તથા પૂર્વીય અમદાવાદના જુદા જુદા ભાગોમાંથી વધુ સંખ્યામાં દર્દીઓને ખસેડવામાં આવ્યા છે. સ્વાઈન ફ્લુના લક્ષણોને વહેલીતકે જાણી શકાય છે. યોગ્ય રીતે સારવાર લેવામાં આવે તે મહત્વપૂર્ણ છે.

સ્વાઈન ફ્લુના રોગને સરળતાથી દુર કરી શકાય છે. આમાં હાઈ રિકવરી રેટ રહેલો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે આ વર્ષે હજુ સુધી ૧૦ લોકોના મોત થઈ ગયા છે. સ્વાઈન ફ્લુ અથવા તો એચવનએનવન રોગના કેસોના કારણે આ વર્ષે અમદાવાદમાં પણ મોતના કેસ બની ચુક્યા છે. સ્વાઈન ફ્લુને લઇને તંત્ર દ્વારા હાલમાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.

Share This Article