અમદાવાદ : અમદાવાદ શહેરની સાથે સાથે રાજ્યમાં સ્વાઈન ફ્લુના કેસો હજુ પણ જાવા મળી રહ્યા છે. અલબત્ત કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડ થઇ ચુક્યો છે. આજે ભાવનગરમાં સ્વાઈન ફ્લુના કારણે બોટાલની એક મહિલાનું મોત થયું હતું જ્યારે બે નવા કેસ સપાટી પર આવ્યા હતા. આની સાથે કેસોની સંખ્યા હવે ૨૦૦૦ ઉપર પહોંચી ગઈ છે. ગઇકાલે સ્વાઈન ફ્લુના કારણે વડોદરા શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. શહેરમાં છ નવા કેસ નોંધાયા હતા. આજે વધુ બે કેસો નોંધાતા જાન્યુઆરી મહિના બાદથી હજુ સુધી દર્દીઓની સંખ્યા વધીને ૧૯૫૮ સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં પહેલી જાન્યુઆરી બાદથી ૧૪મી નવેમ્બર સુધીના ગાળામાં સ્વાઈન ફ્લુના દર્દીઓની સંખ્યા ૧૯૫૮ થઇ છે.
આમાથી ૧૮૮૦થી વધારે દર્દી એકલા સપ્ટેમ્બર મહિનામાં સપાટી ઉપર આવ્યા હતા. આમાંથી ૭૦ દર્દીઓ પહેલાથી જ નોંધાયા હતા. રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં હજુ પણ ૯૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમની ઉલ્લેખનીયરીતે સારવાર ચાલી રહી છે. જ્યારે ૧૭૦૦થી પણ વધારે દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. પ્રદેશમાં સ્વાઈન ફ્લુના સૌથી વધારે કેસો આ વર્ષે અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કેસોની સંખ્યા ૭૨૫થી પણ ઉપર પહોંચી ચુકી છે. અમદાવાદમાં મોતનો આંકડો સ્વાઈન ફ્લુના લીધે ૨૦થી ઉપર નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં સ્વાઇન ફ્લુમાં જાન્યુઆરી મહિના બાદથી ૭૦થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે.
સ્વાઈન ફ્લુના આંકડાને લઇને હમેશા વિરોધાભાષની સ્થિતિ રહી છે. થોડાક સમય પહેલા જ સ્વાઈન ફ્લુ રોગ વધુ ગંભીર બનતા આ વર્ષે સિવિલ હોસ્પિટલના કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. સેંકડો દર્દીઓ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૭૨૫થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા હજુ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં જાન્યુઆરી બાદથી સત્તાવાર રીતે મોતનો આંકડો ૮૦ ઉપર પહોંચ્યો છે.