રાજ્યભરમાં સ્વાઈન ફ્લુથી વધુ ૩ના મોત : ભય યથાવત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

 

અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક બેકાબૂ બનેલો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે વધુ ત્રણના મોત થયા હતા જ્યારે ૧૪ નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. અમદાવાદમાં પણ ત્રણ નવા કેસ નોંધાયા હતા. ગાંધીનગરમાં બે કેસ નોંધાયા હતા. કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. આની સાથે જ કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૫૨ સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ મોટી સંખ્યામાં દર્દીઓને હજુ પણ સારવાર આપવામાં આવી રહી છે. ૧૬૨ દર્દીઓ રાજ્યની જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર હેઠળ છે. મોતનો આંકડો પણ દરરોજ દર્દીઓના મોતથી રોકેટગતિએ વધી રહ્યો છે. આંકડો અવિરત વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના ત્રણ કેસ નોંધાયા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લુથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૭૧ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૫૨ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૬૨થી વધુ છે. આવી Âસ્થતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જાવા મળે છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ અસર અમદાવાદમાં થઈ છે. જ્યાં ૬૭૭ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુની સૌથી વધુ અસર અમદાવાદમાં છે. સપ્ટેમ્બર બાદ સ્વાઈન ફ્લુથી મોતનો આંકડો સત્તાવાર રીતે ૬૩ ઉપર પહોંચી ચુક્યા છે. જ્યારે આ વર્ષે ૨૦૧૮માં મોતનો આંકડો આના કરતા પણ વધારે છે.

સ્વાઈન ફ્લુના રાજ્યમાં આ વર્ષે નોંધાયેલા કેસોની સંખ્યા ૧૭૫૨ જેટલી છે.  સેંકડો દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને આ દર્દીઓને જુદી જુદી હોÂસ્પટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિવિધ હોÂસ્પટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના વધુ ૩ કેસ નોંધાઈ ચુક્યા છે. જા કે, આંકડાઓને લઇને વિરોધાભાષની Âસ્થતિ છે.  સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૧૪ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે

Share This Article