અમદાવાદ સહિત રાજ્યમાં કાતિલ ગરમી પડી રહી છે ત્યારે લોકો ગરમીથી બચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. ગરમીથી બચવાની સાથે સાથે ગરમીમાં રાહત આપે તેવી ખાવાપિવાની ચીજાનો પણ લોકો વધારે ઉપયોગ કરે છે. કાળઝાળ ગરમીની વચ્ચે જ્યારે પેટમાં ઠંડક આપે તેવી કોઇ ચીજ ખાવા મળી જાય ત્યારે મજા પડી જાય છે. જ્યારે આવી કોઇ ચીજ ઠંડક આપવાની સાથે સાથે શરીરને પણ રાહત આપે તેવી હોય છે ત્યારે તો વધારે મજા પડી જાય છે. લિચીમાં પણ આવી જ વિશેષતા રહેલી છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે રસીલી હોય છે. તે આરોગ્ય માટે ખુબ ગુણકારી હોય છે. તે વજનને ઘટાડી દેવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. લિચીને ગરમીની દવા તરીકે પણ કેટલાક લોકો ગણે છે. તે ગળી અને ભાવે તેવી દવા તરીકે છે. લિચીમાં કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન ઇ, બી કોમ્પ્લેક્સ, ફાઇબર અને ફોસ્ફોરસ પુરતા પ્રમાણમાં હોય છે.
તમામ વિટામિન અને ખનિજ શરીર માટે ખુબ ઉપયોગી સાબિત થાય છે. આજના આધુનિક સમયમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારી દેવા માટે દરેક ચીજાનો ઉપયોગ લોકો કરે છે. આજે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા સતત ઘટી રહી છે ત્યારે તે ઉપયોગી સાબિત થઇ શકે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને વધારી દેવા માટે બિટા કેરાટિન, નિયાસીન ઉપયોગી સાબિત થાય છે. રોગ પ્રતિકારક ક્ષમતા મજબુત કરવા માટે લિચીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે તે જરૂરી છે. ગરમીમાં ડિગાઇડ્રેશનથી પણ લિચી બચાવે છે. લિચીમાં ભરપુર પ્રમાણમાં પાણી હોય છે. જો ગરમીમાં પુરતુ પાણી અને વારંવાર પાણી પિવાની ટેવ ન હોય તો ચોક્કસપણે ડિહાઇડ્રેશન થઇ શકે છે. લિચીમાં પાણીનુ પ્રમાણ ભરપુર પ્રમાણમાં હોવાથી જો તમે દરરોજ દસતી બાર લિચીનો ઉપયોગ કરી લેશો તો ડિહાઇડ્રેશનની તકલીફ ક્યારેય થશે નહીં. તેનાથી પાચન ક્રિયા પણ ખુબ મજબુત થાય છે. ઉનાળામાં તાપના કારણે વારંવાર પાચનની તકલીફ થતી રહે છે.
લિચીમાં ફાઇબરનુ પ્રમાણ ભરપુર હોય છે. જેથી તેના કારણે પાચન શક્તિમાં વધારો થાય છે. પાચનક્રિયાને મજબુત કરવામાં ફાઇબરની ચાવીરૂપ ભૂમિકા હોય છે. તે પાચન સંબંધિત તકલીફને ઓછી કરવામાં પણ ભૂમિકા અદા કરે છે. વજનને ઘટાડી દેવામાં પણ તેની ભૂમિકા હોય છે. વજનને ઘટાડી દેવાની ઇચ્છા રાખતા લોકોને પાચન ક્રિયાને મજબુત બનાવે તે જરૂરી છે. મહિલાઓને ખુબસુરત દેખાવવા માટે ખાસ રસ હોય છે. આવી સ્થિતીમાં સ્કીન અને વધારે વજનને ઘટાડી દેવા માટે મહિલાઓ સતત પ્રયોગ કરે છે. લિચી સ્કીનને સુન્દર બનાવવામાં પણ ઉપયોગી સાબિત થાય છે. મહિલાઓ વજન નહીં ઘટવાની સ્થિતીમાં ચિંતાતુર દેખાય છે. જાણકાર લોકો કહે છે કે લિચીમાં મિનરલનુ પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. સ્કીનને સુન્દર રાખવા માટે લિચીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે તે જરૂરી છે. લિચીનો ઉપયોગ કરવાથી સ્કીન સાફ અને ચમકીલી પણ રહે છે. કેટલીક સાવધાની પણ રાખવાની જરૂર હોય છે. જેમ કે આગલી રાત્રે જમ્યા ન હોય તો અને આગલા દિવસે ખાલી પેટ હોય તો લિચીનો ઉપયોગ કરવો જોઇએ નહીં. સાવ ખાલી પેટ હોવાની સ્થિતીમાં તકલીફ થઇ શકે છે.
વજનને ઘટાડી દેવામાં પણ તેની નિર્ણાયક ભૂમિકા રહેલી છે. લિચીમાં રહેલા ફાઇબરના કારણે વજનને ઘટાડી દેવામાં મદદ મળે છે. .જાણકાર લોકો કહે છે કે લિચીમાં અનેક પ્રકારના ગુણ રહેલા છે. જેથી વધતી જતી ગરમીમાં તેના ઉપયોગથી ખુબ રાહત થાય છે.