સ્વરધારા શીતલ દવેનુ કરાઓકે મ્યુઝિકલ ગ્રુપ છે , જે છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે .તેઓ લોકોના તણાવભર્યા સમયમાંથી મનોરંજન થકી આનંદ અનુભવે તે હેતુથી દર મહીને 1 મનોરંજન પ્રોગ્રામનું આયોજન કરે છે. આ વખતે એક કરાઓકે મ્યુઝિકલ નાઈટ લઈને આવેલ છે. જેમાં 17 જેટલા સિંગર્સ ભાગ લઇ રહ્યાં છે.

આ વખતે ખાસ થીમ સાથે સ્ટેજ શો કરીએ છીએ આ વર્ષે 4 થી નવેમ્બરના કપૂર ફેમીલીની થીમ લઈ શો કરીએ છીએ કારણ કે પૃથ્વીરાજ કપૂરનો બર્થ ડે છે. આ શો મા પૃથ્વીરાજકપૂરથી લઈ રણવીરકપૂર સુધીના બધા અભિનેતાઓના ગીતોને આવરી લેવામાં આવેલ છે. આ સરસ મઝાના પ્રોગામ થકી લોકોના ભાગ-દોડ ભર્યા જીવનમાં થોડું મનોરંજન થાય એ હેતુ સાથે આયોજન સમયાંતરે કરતા રહીશું, એવું ગ્રુપના સંચાલક શીતલબેન દવેનું કેહવું છે.
