૭૫૦ કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિ.ની છત તૂટી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :     અમદાવાદ શહેરમાં તાજેતરના વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે  બનેલા ઇન્કમટેક્સ બ્રીજની નીચે લીકેજના કારણે બ્રીજની નીચે વર્ષો જૂની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર પાણીના ધધૂડા બાદ ગઇકાલે જ બ્રીજ પર ગાબડા પડી જતાં અમ્યુકો તંત્ર અને કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી અને લાલિયવાળી સામે આવી હતી ત્યારે હવે શહેરની વીએસ હોસ્પિટલને અદ્યતન અને હાઇટેક કરી બનાવાયેલી રૂ.૭૫૦ કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની બી-૨ વોર્ડની પીઓપીની છત તૂટી પડી પડતાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. આટલા બધા કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું હજુ જાન્યુઆરી મહિનામાં તો ઉદ્‌ઘાટન કર્યું છે અને આટલા ઓછા મહિનામાં આટલી મોટી અને હાઇટેક હોસ્પિટલમાં આટલી ગંભીર બેદરકારી અને કામગીરીમાં ઘોર લાલિયાવાળી સામે આવતાં હવે અમ્યુકો તંત્ર, એસવીપી સત્તાધીશો અને આ કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરોની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

બી-૨ વોર્ડની પીઓપીની છત તૂટી પડતાં તેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી દ્વારા તા.૧૭મી જાન્યુઆરીએ એસવીપી હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યા બાદ તા.૧૮ જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી. આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે.

ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હાસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હાસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે. દર્દીઓની સલામતીને લઇને પણ હવે ગંભીર સવાલો ઉઠયા છે ત્યારે અમ્યુકો તંત્ર હવે એક નવા વિવાદમાં ફસાયા છે.

Share This Article