રાજકોટમાં ચાલુ શાળાએ ૧૨માં ધોરણના બાળકનું શંકાસ્પદ મોત

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

રાજકોટમાં ધોરણ-૧૨ના એક વિદ્યાર્થીનું ચાલુ ક્લાસમાં શંકાસ્પદ મોત નિપજ્યું છે. લાલબહાદુર સ્કૂલનો વિદ્યાર્થી ચાલુ ક્લાસમાં બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. વિદ્યાર્થીનું મોત હાર્ટ અટેક કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં તપાસ થશે. મૃતક વિદ્યાર્થી મુદિત નડિયાપરા ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરત હતો. તેના પિતા સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીમાં જ ફરજ બજાવે છે. વ્હાલસોયાનો મૃતદેહ જોઈ તેના માતાપિતા ચોધાર આસુએ રડી પડ્યા હતા.

Share This Article