સુરતમાં પૂર્વ પત્નીને ચારિત્ર્ય પર શંકા કરતાં પતિએ ચેપી રોગના બ્લડનું ઈન્જેક્શન મારી જીવ લેવા પ્રયાસ કર્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પતિ-પત્નીના પવિત્ર સંબંધોની ગરિમાને લજવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહિંના રાંદેર વિસ્તારમાં પોતાની પૂર્વ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે પતિએ જે પરાક્રમ કર્યું તે જાણીને હેવાનોની હેવાનિયત પણ શરમમાં મૂકાઈ જાય તેમ છે. અવારનવાર ચારિત્ર્ય પર શંકા કરતાં પૂર્વ પતિએ પત્નીનું કાસળ કાઢવા માટે પત્નીને ચેપી રોગનું ઈન્જેક્શન મારી દીધું હતું. જેથી પત્ની બેભાન થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જ્યારે ધરપકડ થતાં પૂર્વ પતિએ પોલીસ સામે પોતાનું કબૂલાતનામું રજૂ કર્યું હતું. ઘટનાને પગલે પોલીસે યુવક શંકરની ધરપકડ કરી છે. સાથે જ ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. એફએસએલ તપાસ બાદ આ સમગ્ર મામલે ખુલાસો સામે આવી શકે છે. છુટાછેડા થઈ ગયા બાદ પૂર્વ પતિએ ફરી પત્નીને મળવા બોલાવી. તેની સાથે સમગ્ર દિવસ દરમિયાન ફર્યો. મોડી સાંજે અચાનક કોઈક બ્લડનું ઇન્જેક્શન આપી દીધું છે. હવે આ શેનું ઇન્જેક્શન છે. તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. પરંતુ કોઈ ચેપી અને ઘેન યુક્ત બ્લડનું ઇન્જેક્શન આપી દેતા મહિલાએ આ અંગે તાત્કાલિક રાંદેર પોલીસ મથક ફરિયાદ કરવા આવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ લઇ તેના પૂર્વ પતિની ધરપકડ કરી વધુ તપાસ કરી છે.

Share This Article