ડાયાબિટીસના કારણે સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઇ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનુ મંગળવારની મોડી રાત્રે અવસાન થયુ હતુ. સુષ્મા સ્વરાજની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે. ડાયાબિટીસના કારણે સુષ્મા સ્વરાજની કિડની ખરાબ થઇ ગઇ હતી. દિલની બિમારી પણ હતી. હાર્ટ અટેકના કારણે તેમનુ ગઇકાલે મોડી રાત્રે અવસાન થઇ ગયુ હતુ. સુષ્મા સ્વરાજને કિડની અને ડાયાબિટીસની સમસ્યા હતી. ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બિમારીના ખતરા વધી જાય છે. જાણકાર તબીબો કહે છે કે ડાયાબિટીસના કારણે માત્ર કિડનીની જ નહીં બલ્કે અન્ય અનેક પ્રકારની બિમારી પણ થઇ જાય છે.

વધી ગયેલા બ્લડ શુગરની શરીર પર ખુબ માઠી અસર થાય છે. તે હાર્ટ, કિડની, આંખ સહિત શરીરના જુદા જુદા ભાગોમા અસર કરે છે.વધી ગયેલા શુગર લેવલની કિડની પર સૌથી વધારે માઠી અસર થાય છે. આ પણ ખતરનાક એટલા માટે થઇ જાય છે કે કિડનીની બિમારીમાં શરૂઆતમાં પિડા થાય છે. આવી સ્થિતીમાં આ બિમારી સામાન્ય રીતે એડવાન્સ્ડ સ્ટેજમાં જ પકડમાં આવે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમિત રીતે કરાવવવી જાઇએ.

સમય પર જો જાણ થઇ જાય તો નેફરોપેથીથી બચી શકાય છે. આને ગંભીર રૂપ લેતા રોકી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓનો ખતરો સૌથી વધારે રહે છે. જો બીપી અને કોલેસ્ટ્રોલ પર વધે છે તો હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધારે થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓને દર છ મહિનામાં પોતાના બીપીની ચકાસણી કરાવવી જોઇએ.શુગર માટે કેટલાક ટેસ્ટ કરાવી લેવા જોઇએ. સમય સમય પર કોલેસ્ટ્રોલની પણ તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.

Share This Article